વડોદરા : વડોદરા શહેરમાં વરસાદની ઋતુમાં ચાલી રહેલ રોગચાળાને ડામવા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આજે મેયર કેયુર રોકડીયા (Vadodara Marathon meeting) દ્વારા મેરેથોન બેઠક યોજવામાં આવી હતી. હાલમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધુ ન ફેલાય અને શહેરમાં વિવિધ (Mosquito epidemic in Vadodara) વિસ્તારોમાં પાણી ભરાયા છે. તે તમામ સ્પોટ પર યોગ્ય કામગીરી કરવામાં આવે તે માટે બેઠક યોજાઇ હતી. હાલમાં શહેરમાં એક જ સપ્તાહમાં વિવિધ વોર્ડમાં 500 ટીમ દ્વારા સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે સાથે જરૂર જણાશે ત્યાં યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.
શહેરમાં વકરતા રોગચાળાને ડામવા VMC એક્શનમાં આ પણ વાંચો :Increase disease in Ahmedabad: અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધતા રોગચાળો વધ્યો
રોગચાળાની સ્થિતિ હાલમાં કંટ્રોલમાં - વડોદરા શહેર મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝનમાં અને ખાસ જુલાઈ માસમાં 30 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જેના કારણે શહેરના ઠેર ઠેર વિસ્તારમાં ખાડામાં પાણી ભરાયા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. બેઠકના માધ્યમથી શહેરનામાં એક જ સપ્તાહમાં 500 ટીમ સર્વેની કામગીરી કર્યા બાદ જરૂર જણાશે ત્યાં દવાનો યોગ્ય છંટકાવ કરવામાં આવશે. મચ્છરજન્ય રોગચાળાને રોકવાના આરોગ્ય (Vadodara Health Department) વિભાગ સતર્ક છે. શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, હિપેટાઇટિસ જેવા રોગોમાં વધારો ન થાય તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. જોકે ગત વર્ષ કરતા આ વર્ષે રોગચાળામાં ઘટાડો છે તે રાહતની વાત છે. સાથે બંધ મકાનો, વિવિધ આવાસ યોજનાના મકાનોની છત કે સરકારી જગ્યા પર પણ પાણી બિન કાળજી પૂર્વક જણાશે તો યોગ્ય નોટિસ સાથે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો :Corona In Vadodara: શહેરીજનોને એક મહિના સુધી સામાજિક-ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહેવા IMAની અપીલ
હાલમાં રોગચાળાની સ્થિતિ -વડોદરા શહેરમાં હાલમાં પાણીજન્ય (Water borne epidemic in Vadodara) રોગચાળામાં ડેન્ગ્યુના 146 કેસ , ચિકનગુનિયા ના 178 કેસ, મલેરિયા ના 24 કેસ , વાયરલ હિપેટાઇટિસ ના 76 કેસ નોંધાયા છે. હાલમાં PHW, MPH ડબલ્યુના કર્મચારી તમામ UPSC સેન્ટર પર 500થી વધુ ટીમ કામ કરશે. સાથે આરોગ્ય વિભાગની કામગીરી અંગેની તમામ માહિતી અને રિપોર્ટ વોટ્સએપના માધ્યમથી અપડેટ થતું રહેશે. હાલમાં વડોદરા મહાનગરપાલિકા કોઈ પણ જાતની બેદરકારી ન રહે અને રોગચાળાને નિયંત્રણમાં રાખવા કામગીરી હાથ ધરવામાં આવી છે.