વડોદરાઃ જિલ્લાના છેવાડે આવેલા નેશનલ હાઇવે નંબર 8 ઉપર સયાજીપુરા APMC માર્કેટ સામે પાર્કિંગમાં થોડા સમય પહેલાં દુકાન બાંધવામાં આવી હતી અને તેમાં દારૂનો ખુલ્લેઆમ ધંધો ચાલી રહ્યો હોવાની માહિતી પોલીસને મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો.
વડોદરાઃ સયાજીપુરા APMC માર્કેટ સામે પાર્કિંગની દુકાનમાંથી રૂપિયા 6 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો - Crime Branch team
વડોદરા જિલ્લાના છેવાડે આવેલા નેશનલ હાઇવે નંબર 8 ઉપર સયાજીપુરા APMC માર્કેટ સામે આવેલા ખુલ્લા પાર્કિંગમાં એક દુકાનમાં વિદેશી દારૂનો ધંધો થતો હોવાની વિગતોના પગલે પોલીસે રેડ કરી રૂપિયા 6.87 લાખની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
વડોદરામાં 6 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો
પોલીસ ત્યા પહોંચી ત્યારે દુકાનમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 2364 નંગ બોટલો મળી આવતાં પોલીસે દારૂ કબજે કરી બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો નામચીન બૂટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ વાઘવાણીનો હોવાનું અને તેનો સાગરીત વિનોદ ચુનીલાલ પુનિયા દેખરેખ રાખતો હોવાની વિગતો બહાર આવતાં બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.