ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાઃ દુષ્કર્મ પીડિત સગીર બની માતા, આરોપીએ બાળકી તરછોડતા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ - વડોદરા પોલીસ

ડભોઇ તાલુકાના એક ગામમાં લગ્નની લાલચ આપી ગામના યુવકે 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. આ પીડિતાએ બાળકીને જન્મ આપ્યો છે. આમ છતાં આરોપીએ પીડિતાનો અસ્વિકાર કર્યો છે. જેથી પીડિતાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી અને આરોપીની માતાની ધરપકડ કરી છે.

ETV BHARAT
દુષ્કર્મ પીડિત સગીર બની માતા, આરોપીએ બાળકી તરછોડતા પોલીસે કરી ધરપકડ

By

Published : Oct 15, 2020, 9:48 PM IST

વડોદરા: ડભોઈ તાલુકાના એક ગામમાં રહેતા યુવકે આદિવાસી સમાજની ગરીબ સગીરાને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઇ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. આ સગીર ગર્ભવતી બનતાં યુવકે તેની માતાની મદદથી યુવતીને ગર્ભપાત કરવા તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ઘટનાની જાણ સગીરાની માતાને થતાં પીડિતાની માતાએ દુષ્કર્મ આચારનારા ચિંતન ઉર્ફે ચિંન્ટુ શૈલેષ પાટણવાડીયા અને આરોપીની માતા કોકીલા શૈલેષ પાટણવાડીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ તમામ વચ્ચે પીડિતાએ ગત 11 ઓક્ટોબરના રોજ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.

દુષ્કર્મ પીડિત સગીર બની માતા, આરોપીએ બાળકી તરછોડતા પોલીસે કરી ધરપકડ

પીડિતાએ બાળકીને જન્મ આપતાં સગીરાની માતાએ યુવકને સગીરા સાથે લગ્ન કરવા જણાવ્યું હતું, પરંતુ યુવક અને તેની માતા દ્વારા જાતી વિષયક અપશબ્દો કહી પીડિતાનો અસ્વિકાર કર્યો હતો. જેથી પીડિતાની માતાએ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ, પોસ્કો સહિત દુષ્કર્મની ફરિયાદ કરી હતી. જે ફરિયાદને આધારે ડભોઈ પોલીસે આરોપી યુવક ચિંતન ઉર્ફે ચિંન્ટુ શૈલેષ પાટણવાડીયા અને તેની માતા કોકીલા પાટણવાડીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દુષ્કર્મની અન્ય ઘટના


અમદાવાદ: લાલચ આપી નરાધમે 6 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

અમદાવાદના એક વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. એક અજાણ્યો યુવક 6 વર્ષ અને 7 વર્ષની 2 બાળકીઓને લઈ ગયો હતો. જેમાં એક બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બીજી બાળકી સાથે અડપલા કર્યા હતા.

05 જાન્યાઆરી 2020

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા મહિલા સાથે મિત્રતા કરી, નિકટતા કેળવી દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

12 જાન્યુઆરી 2020

અરવલ્લી જિલ્લાના મોડાસાના સાયરા ગામે યુવતી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જેને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. મોડાસાના સાયરા ગામે યુવતીનો મૃતદેહ શંકાસ્પદ રીતે ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. જે બાદ આ યુવતીનું દુષ્કર્મ અને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.

12 જાન્યુઆરી 2020

રાજકોટ: લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું

રાજકોટમાં યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેમજ તેનો વીડિયો યુવકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. જે મામલે રાજકોટના પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે મયુર ઘાવરી નામના યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

23 જાન્યુઆરી 2020

મિત્રએ જ મિત્રની પત્ની સાથે આચર્યું દુષ્કર્મ

ભાવનગરના વડવામાં રહેતા શખ્સે તેના મિત્રોને પાર્ટી માટે બોલાવ્યા હતા. એક મિત્રને નાસ્તો લેવા મોકલીને તેની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદના આધારે પોલીસે બંને મિત્રોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

28 જાન્યુઆરી 2020

મહેસાણામાં પિતાએ આચર્યું પુત્રી પર દુષ્કર્મ, માસા પણ દુષ્કર્મમાં સામેલ

મહેસાણામાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતી ઘટના પ્રકાશમાં આવી છે. પિતાએ તેની સગી દીકરી ઉપર 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું છે. કિશોરીએ ઘરમાં પિતા સામે વિરોધ કરતા તેના માસી તેને અભ્યાસ અર્થે પોતાના ઘરે ગયા હતા. પિતાની હેવાનીયતથી બચેલી સગીરા માસીના ઘરે તેના માસાની હવસનો શિકાર બની હતી. જેની ફરિયાદના આધારે મહેસાણા A ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

30 જાન્યુઆરી 2020

પંચમહાલના વેજલપુરમાં દુષ્કર્મની ફરિયાદ, આરોપીની ધરપકડ

પંચમહાલના વેજલપુર પોલીસ મથકની હદમાં આવેલા ગામમાં એક સગીરાને ભોળવી 2 સંતાનના પિતાએ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જોકે સગીરા ગર્ભવતી બનતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. જેની જાણ સગીરાના પરિવારને થતાં તેમણે આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી.

02 ફેબ્રુઆરી 2020

બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી, આરોપી પોલીસ પકડમાં

દાહોદના ગરબાડામાં કૌટુંબિક મામાએ 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી બાદમાં ગળુ દબાવી બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અને આરોપીએ ગુનાની કબૂલાત કર્યા બાદ પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો છે.

09 ફેબ્રુઆરી 2020

અમદાવાદમાં મામાએ ભાણેજ પર દુષ્કર્મ આચર્યું

શહેરના રાણીપ વિસ્તારમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. સગીરાના કુટુંબી મામાએ જ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના લીધે સગીરા ગર્ભવતી થઈ અને સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

10 ફેબ્રુઆરી 2020

વાપીના પાલિકા વિસ્તારમાં 7 ફેબ્રુઆરીના રોજ એક ચાલમાં બાળકીનો પંખે દુપટ્ટો બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલતા વાપી ટાઉન પોલીસને આ હત્યા હોવાનું જણાયું હતું. જે બાદ પોસ્ટમોર્ટમમાં બાળકી સાથે દુષ્કર્મ થયા હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે સ્થાનિકોની પૂછપરછ કરી હત્યારાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

12 ફેબ્રુઆરી 2020

ઓદ્યોગિક નગરી મોરબી હવે ક્રાઈમ નગરી બની રહી છે. તાજેતરમાં જ મોરબી નજીકના ગામમાં માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી હતી. ફરિયાદ બાદ હરકતમાં આવેલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

19 ફેબ્રુઆરી 2020

વાપીમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ

વાપી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પિતા સાથે રહેતી એક સગીરા પર તેમના ઘર નજીક રહેતા એક ઇસમે દુષ્કૃત્ય આચર્યું હતું. જે અંગેની ફરિયાદ વાપીના ડુંગરા પોલીસમાં નોંધાઇ છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

21 ફેબ્રુઆરી 2020

વડોદરામાં લગ્નની લાલચ આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ

વડોદરામાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. દુષ્કર્મ બાદ શખ્શે પીડિતાને ધમકી પણ આપી હતી. યુવતીએ ઘટના અંગે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો સહિતની કલમ સાથે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

27 ફેબ્રુઆરી 2020

રાજકોટ: યુવતી સાથે સામુહિક દુષ્કર્મ

રાજકોટ જિલ્લાના રાજકિય વગ ધરાવતા નેતાના પુત્ર અને તેના 2 મિત્રો સાથે મળીને ગામની એક યુવતીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ નરાધમોએ યુવતી સાથે કારમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ આરોપી અમિત પડાળીયા અને તેના 2 સાગરીત શાંતિ પડાળીયા અને વિપુલ ભાયલા સેખડા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીનું મેડિકલ કરાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

28 ફેબ્રુઆરી 2020

ડીસામાં હોમગાર્ડ જવાને આચર્યું દુષ્કર્મ, 3 આરોપીની ધરપકડ

ડીસામાં વર્દીને કલંકિત કરતી ઘટના સામે આવી છે. ડીસા બસ સ્ટેન્ડમાં અમદાવાદથી આવેલી એક મહિલા સાથે ચાની કેન્ટીન ચલાવતા શખ્સ ઉપરાંત હોમગાર્ડના એક જવાને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે ત્રણ આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

01 માર્ચ 2020

અમદાવાદમાં સગીરા સાથે વિદ્યાર્થીએ દુષ્કર્મ આચરી વીડિયો વાયરલ કર્યો

શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી સગીરાને તેના વિદ્યાર્થી મિત્ર સાથે પ્રેમ થયો હતો. જે બાદ બંનેએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેનો વીડિયો તેના પ્રેમી વિદ્યાર્થીએ ઉતારી લીધો હતો. જે બાદ સગીરાનો આ વીડિયો તેના મિત્રોને પણ મોકલ્યો હતો. આ વીડિઓ વાયરલ થયાની જાણ સગીરાના પિતાને થતા સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

03 માર્ચ 2020

સુરતમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનારા આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરતના એક વિસ્તારમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે કિશોરીના પિતા પર હુમલો કરનાર 6 લોકોને પણ પોલીસે ઝડપી પાડ્યા હતાં.

08 માર્ચ 2020

રાધનપુરના સરદરપુરા ગામમા તાંત્રિક વિધિના બહાને આચર્યું દુષ્કર્મ

પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલા સરદારપુરા ગામમાં એક સગીરા સાથે તંત્રિકે વિધિ કરવાના બહાને દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. પોલીસે ફરિયાદના આધારે તાંત્રિક અને તેના સાગરીતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

11 માર્ચ 2020

સુરતમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ

વિશ્વ મહિલા દિવસની ઉજવણી સમયે સુરતના એક વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. રૂપિયાની લાલચ આપી માસૂમ સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપનારા નરાધમ દુકાનદાર અફરોઝ ખાનને પોલીસે ઝડપી પાડ્યો છે.

11 માર્ચ 2020

9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

અરવલ્લીના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી 9 વર્ષની બાળકીની માતાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.

12 માર્ચ 2020

સુરતમાં પરિણીત યુવકે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

શહેરના ચોકબજાર વિસ્તારમાં રહેતી સગીરાને જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપુત લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ સંદર્ભે સગીરાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ચોકબજાર પોલીસે આરોપી જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

12 માર્ચ 2020

68 વર્ષના મૌલવીએ 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

ભરૂચના આમોદ ખાતે આવેલા મદરેસાના 68 વર્ષના મૌલવી અબ્દુલ્લા બોરા દ્વારા મદરેસામાં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ધર્મના નામે બાળકીનું શોષણ કરનારા મૌલવી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી મૌલવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

13 માર્ચ 2020

માનવતા શર્મસાર થઈ: પિતાએ 16 વર્ષની પુત્રી સાથે આચર્યું દુષ્કર્મ

રાજકોટ શહેરમાં પિતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. શહેરના મહિલા પોલીસ મથકમાં પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને ફરિયાદના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે, ગત 2 વર્ષથી પિતા તેની સાવકી પુત્રી સાથે દુષ્કર્મ આચરતો હતો. જેથી પુત્રીને 4 માસનો ગર્ભ રહી ગયો છે. પોલીસે નરાધમ પિતાને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી છે.

13 માર્ચ 2020

અમદાવાદ: કામ કરાવવાના બહાને લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ આચરી લૂંટ કરી

શહેરમાં દુષ્કર્મનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભોગ બનનારી મહિલાને આરોપી કામ અપાવવાના બહાને લઇ ગયો હતો. જે બાદ મહિલા સફાઈનું કામ કરી રહી હતી ત્યારે આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું અને બાદમાં મહિલાએ પહેરેલાં ઘરેણાંની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. પોલીસ આરોપી શખ્શની ધરપકડ કરી છે.

15 માર્ચ 2020

પોલીસ કોન્સ્ટેબલે યુવક-યુવતી પાસેથી રૂપિયા 5 હજાર પડાવી યુવતિ સાથે દુષ્કર્મ આચર્યું

સેવાસી-અંકોડિયા કેનાલ પાસે રાત્રે બેઠેલા યુવક-યુવતી પાસેથી પોલીસ કોન્સ્ટેબલ અને તેના બે સાગરિતોએ રૂ. 5 હજાર પડાવી લીધા બાદ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાથી ચકચાર મચી છે. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે સ્થાનિક કોર્પોરેટરો પણ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.

22 માર્ચ 2020

જામનગરમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ

શહેરમાં સગીરા પર દુષ્કર્મ થયાનું સામે આવ્યું છે. કોઈ નરાધમે એક મહિના અગાઉ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જેથી પીડિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનારી પીડિતાને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ કરતાં દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે નરાધમને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

02 મે 2020

યુવતિ પર દુષ્કર્મ આચરનારા શખ્સને ગણતરીની કલાકોમાં LCBએ ઝડપી પાડ્યો

ગોંડલમાં નોકરીની લાલચ આપી યુવતિ પર વારંવાર દુષ્કર્મ આચરી રોકડ તથા ઘરેણા પડાવી લેનારા શખ્સને LCB પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.

03 મે 2020

નવસારીમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમની ધરપકડ

નવસારીના એક ગામમાં બકરા ચરાવવા આવેલી યુવતી સાથે પરિણીત યુવાને દુષ્કર્મ આચરી તેણીને ગર્ભવતી બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી સરકારી દવાખાનામાં તપાસ કરાવવા જતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મુદ્દે દવાખાના દ્વારા વિજલપોર પોલીસને જાણ કરાતાં પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી આરોપી નરાધમની ધરપકડ કરી હતી.

15 મે 2020

વડોદરા: મીની નદીની કોતરમાં આધેડ મહિલા પર દુષ્કર્મ આચરી હત્યા કરાઈ, આરોપી ઝડપાયો

અમદાવાદથી મુંબઈને જોડતાં નવા બની રહેલાં એક્સપ્રેસ હાઈવેના કામ માટે રોકાયેલાં બિહારી શ્રમિકે વડોદરા નજીક અનગઢ ગામની સીમ પાસે મીની નદીની કોતરમાં પશુ ચરાવવા નીકળેલી 55 વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલો બિહારી શ્રમિક સ્થળ પર મૃતદેહ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન ઉપરથી ઝડપાઈ ગયો હતો.

18 મે 2020

જેતપુરના નવાગઢમાં નરાધમોએ બાળકીને ઉઠાવી જઈ દુષ્કર્મ આચર્યું

રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ વિસ્તારમાં એક પરિવાર ફૂટપાથ પર સૂતો હતો. તે દરમિયાન રાત્રે પરિવાર સાથે સૂતી 6 વર્ષની બાળકીને નરાધમે ઉઠાવી જઈને દુષ્કર્મ આચર્યું હતું. જેમાં દુષ્કર્મ આચરનાર શખ્સ CCTV કેમેરામાં ભાગતો દેખાયો હતો. બાળકીને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાઇ હતી. જેતપુર પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

27 મે 2020

વલસાડમાં રેલવે પોલીસ કોન્સ્ટેબલ સામે મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

બીલીમોરા રેલવે આઉટ પોષ્ટમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બન્ને 3 વર્ષ અગાઉ જોડે રહ્યાં બાદ લેખિત કરાર કરી છુટા પડ્યા હતા. કોન્સ્ટેબલે યુવતીને ભરણપોષણ પેટે 5 લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા. તેમ છતાં તે બાદ પણ યુવતીને મળવા બોલાવી અધમ કૃત્ય કરતા યુવતીએ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

19 જૂન 2020

અમદાવાદમાં 5 વર્ષની દીકરી પર પિતાએ આચર્યું દુષ્કર્મ

અમદાવાદ શહેરમાં પિતા અને પુત્રીના સબંધને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 5 વર્ષની દીકરી પર પિતાએ જ દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે સોલા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોધ્યો છે. દુષ્કર્મ આચરનારો પિતા ફરાર થઈ ગયો છે. પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

22 જૂન 2020

વાપીમાં ક્વોરેન્ટાઇન કરાયેલા યુવકે 13 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

વાપી પાસેના એક ગામમાં હોમ ક્વોરેન્ટાઇન થયેલા યુવકે પડોશમાં રહેતી 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે દુષ્કર્મ આચરનારા યુવકની ધરપકડ કરી છે.

23 જૂન 2020

મોરબીમાં યુવતી સાથે બોગસ લગ્ન કરી દુષ્કર્મ આચરનારો શખ્સ ઝડપાયો

મોરબીમાં યુવતી સાથે બોગસ લગ્ન કરી દુષ્કર્મ આચરનારો પરિણીત કારખાનેદાર ઝડપાયો હતો. કારખાનેદારે પરણીત હોવા છતાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે બોગસ લગ્ન કરી અનેક વખત દુષ્કર્મ આચરી ધમકી આપ્યાની ફરિયાદ ભોગ બનનારી યુવતીએ નોંધાવી હતી. જે ફરિયાદ બાદ A ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

07 જુલાઈ 2020

દમણમાં સગીર પુત્રી પર દુષ્કર્મ આચરનારા સાવકા પિતાની ધરપકડ

દમણ પોલીસે લાપતા થયેલી સગીર બાળકીને શોધી ગુમ થવાનું કારણ પૂછતાં ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. ઘરેથી ભાગી જનારી આ બાળકી પર તેનો સાવકો પિતા દુષ્કર્મ આચરતો હતો. પોલીસે આ ચોંકાવનારા કારણ બાદ સાવકા પિતાની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.

12 જુલાઈ 2020

વલસાડના પારડીમાં પિતાએ જ 14 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું

પારડીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પિતાએ છેલ્લા બે વર્ષથી તેની પુત્રી સાથે શારીરિક છેડછાડ અને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી બહાર આવી છે. જેમાં ભોગ બનેલી કિશોરીએ તેની મોટી બહેનને આ બાબતે જાણ કરી અને તે બાદ જિલ્લા બાળસુરક્ષા વિભાગના હેલ્પ લાઇન નંબર ઉપર પુત્રીએ જાણકારી આપી હતી. જે બાદ સમગ્ર બાબતે પોલીસે નરાધમ પિતા સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

14 જુલાઈ 2020

નડિયાદમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ મામલે શિક્ષકની ધરપકડ

નડિયાદ શહેરમાં ખાનગી શાળાના શિક્ષક દ્વારા 14 વર્ષિય વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર-2019માં બનેલી આ ઘટના મામલે ફરિયાદ દાખલ કરવામાં આવતા શિક્ષકની ધરપકડ કરી પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

16 જુલાઈ 2020

મહિલા પત્રકાર દુષ્કર્મ કેસઃ આરોપી ડૉક્ટરની ધરપકડ કરાઈ

અમદાવાદમાં ફ્રિલાન્સ મહિલા પત્રકારે એક ડૉક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. એક મહિલાએ ડૉક્ટર પર હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે ડૉક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

20 જુલાઈ 2020

ઝઘડિયાના વાકોલી ગામે સસરાએ પુત્રવધૂ પર દુષ્કર્મ આચર્યું

ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના એક ગામમાં રહેતી મહિલા પર તેના સસરાએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી હતી. મહિલાના પતિનું 8 વર્ષ પહેલાં કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. જેથી મહિલા તેના સાસુ સસરાથી અલગ રહેતી હતી. છેલ્લા કેટલા સમયથી તેના સસરા અવારનવાર પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજારતો હતો. જેથી મહિલાએ તેના સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન આરોપીને ઝડપી પાડ્યો હતો.

25 જુલાઈ 2020

ભરણપોષણનો કેસ લડનારા વકીલે જ મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્ન બાદ મહિલાના પતિ સામે ભરણપોષણ માટેનો કેસ ચાલી રહી રહ્યો હતો. જેમાં કેસ લડનારા વકીલે જ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. જે મામલે પોલીસે આરોપીને નજરકેદ કર્યો છે. જેની કોરોના ટેસ્ટ કરાયા બાદ ધરપકડ કરવામનાં આવી હતી.

06 ઓગસ્ટ 2020

વડોદરામાં માનસિક અસ્થિર યુવતી પર રિક્ષા ચાલકે આચર્યું દુષ્કર્મ

વડોદરા શહેરમાં 36 વર્ષીય માનસિક તકલીફ ધરાવતી યુવતીને અજાણ્યા રિક્ષા ચાલકે રેલવે સ્ટેશન પાસેથી રિક્ષામાં બેસાડી પોતાના ઘરે હાલોલ તથા રસ્તામાં ઝાડીમાં લઈ જઈ યુવતી પર ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલા બાદ અભયમ દ્વારા યુવતીને ઘરે પહોંચાડવામાં આવી હતી. જ્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રિક્ષા ચાલકને ધનતેજથી ઝડપી લીધો હતો.

07 ઓગસ્ટ 2020

સુરતઃ યુવતીને સોશિયલ મીડિયા થકી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરીને તરછોડી દીધી

સુરતમાં બે વર્ષ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી 21 વર્ષની યુવતીને રાંદેરના યુવક સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમસંબંધ થતા વાત સગાઈ સુધી પહોંચી હતી. સગાઈ નક્કી થયા પછી યુવકે યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે, શરીર સબંધ બાંધ્યા બાદ યુવતીને તરછોડી દેતા સમગ્ર મામલે યુવતીએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

20 ઓગસ્ટ 2020

ઢોંગી સ્વામીએ બે સંતાનની માતાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

બનાસકાંઠામાં એક ઢોંગી સ્વામીએ બે સંતાનની માતાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. મૂળ હિમાચલ પ્રદેશના વતની એવા સ્વામીએ મહિલાને મકાન આપવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાં હોવાની ફરિયાદ નોંધાઇ છે. પાલનપુર પોલિસે આ લંપટ સ્વામી સામે ફરિયાદ નોંધી તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

11 સપ્ટેમ્બર 2020

ફોરેસ્ટ ગાર્ડે મજૂર પરણિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ

પોરબંદર જિલ્લામાં આવેલા બરડા અભ્યારણમાં ફોરેસ્ટ ગાર્ડે મજૂર પરણિતા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે રાણાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રાણાવાવ પોલીસે આરોપી ફોરેસ્ટ ગાર્ડને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

23 સપ્ટેમ્બર 2020

મોરબીમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા શખ્શની ધરપકડ

મોરબીમાં પીડિત બાળકીના પાડોશમાં રહેતા ઇસમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જેની પોલીસ ફરીયાદ નોંધાયા બાદ તે ઇસમની ધરપકડ કરવામાં આવી હતી.

24 સપ્ટેમ્બર 2020

વડોદરામાં ફિલ્મ પ્રોડ્યુસરે આસિસ્ટન્ટ પર આચર્યું દુષ્કર્મ

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં દિપ પટેલ નામના એક ફિલ્મ પ્રોડ્યુસરે તેની આસિસ્ટન્ટ પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ પીડિતા કોઇને કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ પ્રોડ્યુસરે આપતા આ બનાવ અંગે પોલીસે ફિલ્મ પ્રોડ્યુસર સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

04 ઓક્ટોબર 2020

સંતરામપુર: પરિણીત મહિલા પર વિધર્મી યુવાનો દ્વારા દુષ્કર્મ, આરોપીની ધરપકડ

મહીસાગર જિલ્લામાં એક પરિણીત મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જે ઘટનામાં આરોપીઓ ફોન પર પરિણીતાને ધમકાવી પોતાના ઘરે બોલાવી દુષ્કર્મ આચરતા હતા. પરિણીતાએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડયા હતા. હાલમાં પોલીસે આરોપી અનીતખાન જરજીસખાન પઠાણ અને ઇમરાન હાજી રમજાની મુલતાની બંને આરોપીઓને કોરોના ટેસ્ટ અર્થે લઇ જવામાં આવ્યા છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

04 ઓક્ટોબર 2020

જામનગર: બંધ મકાનમાં પૂરી સગીરા પર સામુહિક દુષ્કર્મ, ચારેય આરોપીની ધરપકડ

સમગ્ર દેશમાં હાથરસ સામુહિક દુષ્કર્મ બાબતે રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે જામનગરમાં 4 લોકોએ સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જામનગર શહેરના એક બંધ મકાનમાં 4 લોકોએ સગીરા પર બંધ મકાનમાં દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનામાં પોલીસે ચારેય આરોપીને ઝડપી લીધા છે. જેની સામે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

08 ઓક્ટોબર 2020

જૂનાગઢ જિલ્લામાં દુષ્કર્મની 2 ઘટના સામે આવી, કોર્ટે આરોપીને કર્યા જેલ હવાલે

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં દુષ્કર્મની બે ઘટનાઓ સામે આવી છે. બંન્ને ઘટનામાં પહેલી ઘટના મુંડીયારાવણી અને બીજી બરવાળામાં સામે આવી છે. પહેલી ઘટનામાં સગા મામાએ ભાણેજ પર દુષ્કર્મ આચર્યું હતું. મુંડીયારાવણી ઘટનાના આરોપીઓને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે.

09 ઓક્ટોબર 2020

બનાસકાંઠાઃ વિધવા મહિલા પર કાકાજી સસરાએ આચર્યું દુષ્કર્મ

બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં એક વિધવા મહિલા પર તેના જ કુટુંબના કાકાજી સસરાએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ બાબતે વિધવા મહિલાએ ભીલડી પોલીસ સ્ટેશનમાં કાકાજી સસરા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં સમગ્ર હકીકત સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details