હાલ સમગ્ર રાજયમાં દરેક જીલ્લાઓમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. ત્યારે શહેર વિસ્તારથી લઈને ગ્રામ્ય વિસ્તારમાં લોકો પીવાના પાણીની સમસ્યાને લઈને હેરાન થઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં નાયબ મુખ્યમંપ્રધાન નીતિન પટેલે પીવાના પાણીના પ્રશ્નોનો તાત્કાલિક હલ કરવા સૂચના આપી હતી. જેના અનુસંધાને વડોદરા જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઝવેરીએ સરકારના જુદાં-જુદાં વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
વડોદરામાં પાણીના પ્રશ્નોને લઈ અધિકારીઓએ યોજી બેઠક
વડોદરા: યુદ્ધના ધોરણે પાણીના પ્રશ્નોના નિકાલ કરવા તેમજ પીવાના પાણીના પ્રશ્નો અંગે અધિકારીઓએ બેઠક યોજી હતી. પાણીના પ્રશ્નને ગંભીરતાથી લઇ નિકાલ કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લાભરમાંથી પાણીના પ્રશ્નોની આવેલી રજૂઆતો સાંભળી હતી. પીવાના પાણીના પ્રશ્નને ગંભીરતાથી લઇ નિકાલ કરવા અને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાએ ઉભી થતી પાણીની સમસ્યા અંગેની માહિતી જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ પાસેથી બેઠકમાં મેળવવા આવી હતી.
પીવાની પાણીની સમસ્યા હોય તેવા ગામડાંઓની મુલાકાત લઇ પાણીની સમસ્યાને નિરાકરણ લાવવા તેમજ ગેરકાયદેસર પાણી મેળવતા સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમજ જરૂરિયાત જણાય તેવા વિસ્તારમાં ટૂંકાગાળામાં પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ ન થઇ શકે તેમ ન હોય તો ટેન્કરથી પાણી વિતરણ માટે તૈયાર રહેવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.