ગુજરાત

gujarat

ETV Bharat / city

પડતર પ્રશ્નોની માગ નહીં સંતોષતા મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ SSG હોસ્પિટલ ખાતે ધરણાં કર્યા - Picket demonstration at SSG Hospital

વડોદરાની SSG હોસ્પિટલ ખાતે મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રાધ્યાપકોએ પડતર પ્રશ્નોની માંગણી સંદર્ભે બેનરો પોસ્ટરો સાથે ધરણાં પ્રદર્શન કરી વિરોધ વ્યક્ત કરી મેડિકલ સેવાઓનો બહિષ્કાર કર્યો હતો.

Vadodara News
Vadodara News

By

Published : May 13, 2021, 4:47 PM IST

  • પડતર પ્રશ્નોની માંગણીઓ મામલે મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોએ ધરણાં કર્યા
  • બેનરો પોસ્ટરો સાથે દેખાવો કરી મેડિકલ સેવાઓનો બહિષ્કાર કર્યો
  • સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો 14મી થી કોવિડ સેવાથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી
  • તબીબી પ્રાધ્યાપકોએ આંદોલનના મંડાણ કરતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અટવાયા

વડોદરા : રાજ્ય સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રે ફરજ બજાવતા તબીબી પ્રાધ્યાપકો તેમજ ટ્રેઈની નર્સોની માંગણી વર્ષોથી નહીં સંતોષાતા આખરે ડૉક્ટરો અને નર્સોએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. જેના અંતર્ગત વડોદરા મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોએ આજે ગુરુવારથી નોન કોવિડ સેવાઓનો બહિષ્કાર કરી મેડિકલ કોલેજના પટાંગણમાં પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવી આક્રમક મૂડમાં આવી ગયા હતા. પ્રાધ્યાપક તબીબોએ મેડીકલ સેવાનો બહિષ્કાર કરતા મૃતકોના પોસ્ટ મોર્ટમ પણ અટકી જતા તેની સીધી અસર મૃતકના સગાઓમાં પડી હતી. જેથી મૃતકના સગા તેમના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે પણ અટવાયા હતા. આ સાથે વૉર્ડમાં દાખલ દર્દીઓની હાલત પણ દયનીય બની હતી.

મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ SSG હોસ્પિટલ ખાતે ધરણાં કર્યા

આ પણ વાંચો : વડોદરાઃ બેન્ક ઓફ ઈન્ડિયાના કર્મચારીઓએ પડતર પ્રશ્નોની માંગણીને લઈ ધરણાં કર્યા

પ્રાધ્યાપકો છેતરાવા કે નમતું જોખવાના મૂડમાં ન હોવાથી લેખિતમાં બાંહેધરી આપવામાં આવે : પ્રમુખ ડૉ. નિપુલ

ગુજરાત મેડિકલ ટીચર એસોસિયેશનના વડોદરા પ્રમુખ ડૉ. નિપુલ વોરાએ જણાવ્યું હતું કે, સરકાર પાસે ઘણા વર્ષોથી અમારી માંગણીઓ પેન્ડિંગ છે, પરંતુ સરકાર દ્વારા આ માંગણીઓ મુદ્દે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. એટલું જ નહીં અમારી માંગણીઓ મામલે સરકારનું અવારનવાર લેખિત તેમજ મૌખિક ધ્યાન દોરવામાં આવ્યું છે. છતાં પણ સરકાર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કે પ્રત્યુતર આપવામાં આવતો નથી અને એનકેન પ્રકારે અમારી માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે. જેના કારણે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે.

SSG હોસ્પિટલ ખાતે ધરણાં

આ પણ વાંચો : રાજકોટમાં નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી બાંધી સરકાર સામે કર્યો વિરોધ

મેડિકલ કોલેજના પટાંગણમાં પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો

રાજ્યની સરકારી મેડિકલ કોલેજના તમામ પ્રાધ્યાપકો આજે ગુરુવારથી જલદ આંદોલનના મંડાણ કર્યા છે અને આજથી જ નોન કોવિડ મેડીકલ સેવાઓનો બહિષ્કાર કરીને સામૂહિક રીતે આંદોલનમાં જોડાઇ તમામ પ્રાધ્યાપકોએ વડોદરા મેડિકલ કોલેજના પટાંગણમાં પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો જોડાયા હતા. જેમાં મેડિકલ કોલેજના અભ્યાસનો પણ સમાવેશ થાય છે. જો સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો તારીખ 14મીથી સારવાર અભ્યાસ ઉપરાંત કોવિડની સારવારનો પણ બહિષ્કાર કરવામાં આવશે અને અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રહેશે.

SSG હોસ્પિટલ

ABOUT THE AUTHOR

...view details