ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેલૈયાઓની સાથે વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ગરબે ઘૂમ્યા - રાજવી પરિવાર દ્રારા આયોજિત હેરિટેજ ગરબા

ખેલૈયાઓની સાથે વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ગરબે ઘૂમતાં ( Maharani Radhika Raje Gaikwad Play Garba ) જોવા મળ્યાં હતાં. મોતીબાગમાં રાજવી પરિવાર દ્રારા આયોજિત હેરિટેજ ગરબા (Vadodara Royal Family Haritage Garba ) માં મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ગરબે રમ્યાં હતાં. જ્યાં તેઓ સૌ કોઇના આર્કષણનું કેન્દ્ર બની ગયાં હતાં.

ખેલૈયાઓની સાથે વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ગરબે ઘૂમ્યા
ખેલૈયાઓની સાથે વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ગરબે ઘૂમ્યા

By

Published : Sep 27, 2022, 7:17 PM IST

વડોદરા ગઇ કાલથી શરૂ થયેલા ગરબા રાજ્યમાં ધૂમ મચાવી રહ્યા છે. નવરાત્રીના નોરતો ખેલૈયાઓ મન મૂકીને નાચ્યાં હતા. ત્યારે વડોદરાની વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરાના ગરબાં વિશ્વવિખ્યાત છે. લાખો લોકો અહીં ગરબે ઘૂમતા હોય છે. ત્યારે પહેલા દિવસે વડોદરાવાસીઓ મન મૂકીને ગરબા રમ્યાં હતાં. આ સાથે જ સામાન્ય માણસોની સાથે રાજવી પરિવાર (Vadodara Royal Family Haritage Garba ) પણ જોડાયો હતો.

ગરબા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ

રાજવી પરિવાર દ્રારા આયોજિત હેરિટેજ ગરબા વડોદરા શહેરના મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે યોજાતા ગરબામાં વડોદરા રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ( Maharani Radhika Raje Gaikwad Play Garba ) ખેલૈયાઓની સાથે રમતાં નજરે પડ્યા હતાં. રાજવી પરિવાર દ્રારા આયોજિત હેરિટેજ ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવ્યાં હતાં અને મન મૂકીને ગરબે ઘૂમ્યાં હતાં. ત્યારે મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પોતે ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યાં હતાં અને ઉપસ્થિત સૌ કોઇના આર્કષણનું કેન્દ્ર બન્યાં હતાં.

ગરબા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહવડોદરા ગરબા માટે વિશ્વ વિખ્યાત છે તે તો સૌ કોઇ જાણે જ છે. બે વર્ષના મહામારીકાળ બાદ ચાલુ વર્ષે કોઇ પણ પાબંધી વગર નવરાત્રીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીનું પહેલું નોરતું હતું જેને લઇને ગરબા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details