ગુજરાત

gujarat

ETV Bharat / city

Love Jihad Case: પરણિતાને હેરાન કરતો હતો વિધર્મી યુવક - Guthrie Police Station

વડોદરામાં વધુ એક વિધર્મી યુવાન પરિણીતાને હેરાન કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો કરજણ નો વિધર્મી યુવક વારંવાર પરિણીત મહિલા ને ફોને કરી અશ્લીલ માંગણી કરતો હતો

xx
Love Jihad Case: પરણિતાને હેરાન કરતો હતો વિધર્મી યુવક

By

Published : Jun 26, 2021, 8:54 AM IST

  • લવજેહાદના કાયદા હેઠળ શહેરમાં વધુ એક કેસ
  • વિધર્મી યુવક પરણિતાને કરતો હતો હેરાન
  • પરણિતાએ અને પતિએ રોમિયોને ચખાડ્યો મેથીપાક

વડોદરા: સેવાસી ખાતે રહેતી પરણિતાને વિધર્મી રોમિયો વારંવાર ફોને કરી અશ્લીલ માંગણી કરતો હતો. વિધર્મી રોમિયોના ત્રાસથી હેરાન થઇ ગયેલી મહિલાએ સમગ્ર ઘટના પતિને જણાવી હતી. પરિણીત મહિલા અને તેના પતિએ છટકું ગોઠવી રોમિયોને સેવાસી ખાતે બોલાવ્યો હતો. મહિલા અને તેના પતિ દ્વારા રોમિયોને મેથીપાક ચખાડવામાં આવતા રોમિયો ની શાન ઠેકાણે આવી હતી.

Love Jihad Case: પરણિતાને હેરાન કરતો હતો વિધર્મી યુવક

લવ જેહાદના કાયદા હેઠળ તાપસ

વિધર્મી રોમિયો પરિણીત મહિલાને મળવા આવતા મહિલાએ અને તેના પતિએ ભેગા મળી વિધર્મી રોમિયોને મેથીપાક ખવડાવીને પોલીસના હવાલે કયો હતો. વિધર્મી રોમિયો કરજણના ગણપતપુરા ગામનો ઇમરાન મન્સૂરી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યા બાદ વડોદરાના ગોત્રી અને ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છેં.

આ પણ વાંચો : Love jehad Case - વડોદરામાં નોંધાયો વધુ એક લવ જેહાદનો કેસ

ABOUT THE AUTHOR

...view details