ગુજરાત

gujarat

ETV Bharat / city

Dilapidated Building in Vadodara : VMCની કામગીરી કારણએ લોકો જીવી રહ્યા દહેશત વચ્ચે - Vadodara Nurm Yojana

વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં બનાવવામાં આવેલા નુર્મ યોજનાના મકાનોની (Dilapidated Building in Vadodara) સ્થાનિકો દહેશત વચ્ચે જીવી રહ્યા છે. આ યોજનાના મકાનોમાં છત પરથી વરસાદી પાણી તો પડે છે પરંતુ પોપડા પણ સાથે પડતા સ્થાનિકોના શ્વાસ રૂંધાય રહ્યા છે. ત્યારે VMCમાં અનેક સ્થાનિકોએ રજૂઆત કરી છતાં કોઈ કામગીરી ન કરતા રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે જૂઓ.

Dilapidated Building in Vadodara : VMCની કામગીરી કારણએ લોકો જીવી રહ્યા દહેશત વચ્ચે
Dilapidated Building in Vadodara : VMCની કામગીરી કારણએ લોકો જીવી રહ્યા દહેશત વચ્ચે

By

Published : Jun 16, 2022, 4:09 PM IST

વડોદરા :વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં બનાવવામાં આવેલા નુર્મ યોજનાના મકાનોની હાલત દયનીય જોવા મળી રહી છે. જેથી સ્થાનિકો દહેશત (Dilapidated Building in Vadodara) વચ્ચે જીવી રહ્યા છે. સ્થાનિકોએ અનેકવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત છતાં કોઈ પણ પગલાં ન લેવાતા લોકોમાં રોષ ફેલાયો છે. આશરે 86 કરોડના ખર્ચે અંદાજે 93 ટાવરોમાં 3100 જેટલા આવાસો માત્ર 10 વર્ષમાં જ જર્જરિત થઈ જતા અનેક સવાલો ઉભા થયા છે.

Dilapidated Building in Vadodara

11 લોકોના મૃત્યુ નિપજયા -વડોદરામાં નુર્મ યોજના (Nurm Scheme in Vadodara) હેઠળ બનેલા માધવનગર આવાસ 2013માં ધરાશાયી થતાં 11 લોકોના મૃત્યુ નિપજયા હતા. આ દર્દનાક ઘટનાનું પુનરાવર્તન શહેરના કિશનવાડી નુર્મ આવાસમાં થવાની દહેશત જોવા મળે તેમ કોઈ નવાઈ નહીં. આ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો છે. ઉલ્લેખનીય છે કે, BSUP હેઠળ કિશનવાડીમાં આશરે 86 કરોડના ખર્ચે અંદાજે 93 ટાવરોમાં 3100 જેટલા આવાસો માત્ર 10 વર્ષમાં જ જર્જરિત થઈ જતા અનેક સવાલો ઉભા થયા છે.સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કેટલાક લોકો તો પોતાના મકાન છોડી અન્ય જગ્યાએ વસવાટ કરી લીધો છે.

મકાનોમાં છત પરથી વરસાદી પાણી પડે

સ્થાનિક લોકોમાં ભયનો માહોલ -કિશનવાડી આવાસ યોજના (Kishanwadi Awas Yojana) મકાનમાં રહેતા રેખાબેને જણાવ્યું હતું કે, મકાન ફાળવ્યાના અમુક વર્ષોથી વરસાદનું પાણી ઘરના તમામ ઓરડામાં ટપકે છે. સાથે પીવાનું પાણી પણ દૂષિત મળે છે, અનેકવાર કોર્પોરેશનને રજૂઆતો કરવામાં આવી છે પણ કોઈ ધ્યાન આપતું નથી. આ ઉપરાતં નાનીબેને કહ્યું કે, તુલસી ચોકમાં ઝૂંપડામાં રહેતા હતા તે સારું હતું આ આવાસોમાં ચોથા માળે મકાન આપવાથી ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ મોટી ઉંમરના છીએ અને બીજી તરફ વરસાદનું પાણી અને મકાનની છતના પોપડા પડી રહ્યા છે. દહેશત વચ્ચે જીવી રહેલા બા પોતાની આપવીતી વર્ણવી રહ્યા હતા. સાથે ચોથા માળે તમામ મકાનમાં વરસાદનું પાણી અને મકાનની છત જર્જરિત હોઈ ખુબ જ ભય લાગી રહ્યો છે કોઈ પણ અમને મદદ કરતું નથી.

જર્જરિત મકાન

આ પણ વાંચો :Dilapidated Bridge in Bhuj : ક્રુષ્ણાજી પુલ પર ગમે ત્યારે દુર્ઘટના બની શકે

"ભ્રષ્ટાચાર સાથે મકાનની સાઈઝ નાની" - સામાજીક કાર્યકર ઘનશ્યામ પરમારે જણાવ્યું હતું કે, 2010માં આ મકાનો ફાળવવામાં આવ્યા હતા. જેના 2 જ વર્ષમાં આ મકાનોની હાલત કફોડી થઈ ગઈ હતી અને હાલમાં સ્થિતિ અગાઉ ભૂતકાળમાં બનેલા માધવનગર જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન થાય તેવી સ્થિતિ છે. અમુક જગ્યાએ પોપડા પડે છે તો કેટલીક જગ્યાએ સ્લેબ તૂટે છે. કેટલાક તાવરોમાં પાણીની ટાંકીયો તૂટેલી હાલતમાં છે. લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. સાથે ભ્રષ્ટાચાર અને અહેવાલ પ્રમાણે મકાનોની સાઈઝ નાની છે. હજુ આ બાબતે કોર્ટમાં કેસ ચાલુ છે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત છતાં તંત્ર ગોર નિંદ્રામાં સુઈ રહ્યું છે. કોર્પોરેશન વેરા વસુલાત માટે ધમકી આપવામાં આવે છે. પરંતુ, કામગીરી માથે મીંડું છે હાલમાં સ્થાનિક લોકો મોતની દહેશત વચ્ચે જીવી રહ્યા છે.

સ્થાઈ સમિતિના અધ્યક્ષ -વડોદરા મહાનગર પાલિકાના સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નુર્મ યોજનામાં (Vadodara Nurm Yojana) બનેલા મકાનોને લઈ ચોતરફથી ફરિયાદો ઉઠી છે આ બાબતે અમે ગંભીરતા દાખવી છે આ બાબતે યોગ્ય કમિટીની રચના થવી જોઈએ જે થઈ નથી તેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જેમાં કિશનવાડી આવાસના રહીશો 65 ટકા લોકો તૈયારી બતાવશે. તો તમામ મકાનો ફરી બનાવવામાં આવશે. હાલમાં જે પ્રમાણે જર્જરિત હાલતમાં આવાસો દેખાઈ રહ્યા છે તેમાં કોન્ટ્રાક્ટરને ગંભીર બેદરકારી હશે. તો તેમની સામે પણ કડકમાં કડક પગલાં લેવાશે તેવી બાંહેધરી સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે આપી હતી.

આ પણ વાંચો :Notice to vacate Surat police line houses : તાત્કાલિક મકાનો ખાલી કરવા કહ્યું, પરિવારોની રજૂઆત કમિશનરે પણ ન સાંભળી

વિપક્ષ નેતા અમી રાવત -વડોદરા મહાનગરપાલિકા વિપક્ષ નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, કોઈ પણ સ્ટ્રક્ચર ઉભા કરીયે તો તેનું આયુષ્ય 50 વર્ષથી ઉપર હોય છે. પણ કિશનવાડીના આવાસો જર્જરિત થઈ ગયા છે. નુર્મ યોજના માં બનાવેલ તમામ મકાનોની સ્થિતિ આવી જ છે. આ મકાનોની સ્કીમમાં ઇજારદારો, કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને શાસકો દ્વારા ખૂબ મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો કર્યા હતા. જે લોકોએ ભ્રષ્ટાચાર આચાર્યો છે તેવા લોકો અને કોન્ટ્રાક્ટર સામે જરૂરી પગલાં લેવા જોઈએ અને સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે સર્ટિફિકેટ લઈ ટેસ્ટિંગ કરી મકાનો ફરી બનાવી આપવા જોઈએ. આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા સ્થળ મુલાકાત લઈ (Operation of VMC) સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે ટેસ્ટિંગ કરવી જરૂરી કાર્યવાહી કરવી શુ અને જરૂર પડશે તો કોન્ટ્રાક્ટર સામે FRI પણ કરાવીશું તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details