ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા પોલીસે ગટરની અંદરથી ઝડપ્યો દારુ, થાપ આપવાનો નવો કીમિયો - દારુ

દંતેશ્વર વિસ્તારમાં આવેલા હરિઓમનગરમાં પોલીસ બૂટલેગરને (Bootlegger) ત્યાં ત્રાટકી હતી. પોલીસે બૂટલેગરને તો પકડ્યો પણ તેની પાસેથી (liquor) વિદેશી દારૂ રિકવર કરવા માટે ગઈ તો અચંબિત થઈ હતી. બૂટલેગરે જમીનમાં ગટરના ભોંયરા જેવું ચોરખાનું બનાવી સુનિયોજિત રીતે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. બૂટલેગરે પોલીસને ભોંયરામાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો કાઢી બતાવ્યો હતો.

વડોદરા પોલીસે ગટરની અંદરથી ઝડપ્યો દારુ, થાપ આપવાનો નવો કીમિયો
વડોદરા પોલીસે ગટરની અંદરથી ઝડપ્યો દારુ, થાપ આપવાનો નવો કીમિયો

By

Published : May 28, 2021, 4:43 PM IST

  • દંતેશ્વરના બુટલેગરે પોલીસને થાપ આપવા નવો કીમિયો અજમાવ્યો
  • ઝડપેલા બૂટલેગરનું કારનામું જોઇ પોલીસ થઈ અચંબિત
  • ગટરના ભોંયરામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો


    વડોદરાઃ કોરોનાકાળમાં બૂટલેગરો (Bootlegger) સક્રિય થયા છે અને પોલીસ પકડથી બચવા માટે અવનવા પેંતરા અજમાવી રહ્યાં છે. ત્યારે ગુરુવારે વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારના બૂટલેગરે પોલીસથી બચવા એક નવો અખતરો કર્યો હોવાનું સામે આવ્યું હતું. (Vadodara Police) પોલીસે બૂટલેગરને ચોક્કસ બાતમીને આધારે દબોચી લીધો હતો.જોકે અન્ય દારૂનો જથ્થો ક્યાં છુપાવ્યો હોય તેની પૂછપરછ કરી તો અંતે બૂટલેગર પોલીસ સમક્ષ ભાંગી પડ્યો હતો. વડોદરા શહેર પોલીસને બૂટલેગર તેણે ક્યાં દારૂનો જથ્થો છુપાવ્યો છે તેની માહિતી આપતા પોલીસ બૂટલેગરને સાથે રાખી દંતેશ્વર વિસ્તારમાં આવેલા હરિઓમનગર વિભાગ 2 ખાતે લઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ ગાંધીનગર સિવિલમાં ગંદકીમાં સુવડાવવામાં આવે છે પેશન્ટને

જ્યાં બૂટલેગરે હરિઓમ નગરની એક ગટરના ભોંયરામાં સુનિશ્ચિત રીતે વિદેશી દારૂ સંતાડી રાખ્યો હોવાનું જણાવતા પોલીસ ટીમ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી. કેમકે હાલની પરિસ્થિતિમાં ગટરમાંથી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ મારી રહી હોય અને તેવામાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો. બૂટલેગર સાથે પહોંચેલી પોલીસ સમક્ષ બૂટલેગર ગટરના ભોંયરામાંથી એક પછી એક એમ 6 મોટી પ્લાસ્ટિકની થેલીઓમાં દારૂની પેટીઓ કાઢી બતાવી હતી. હાલ તો સ્વપ્ને પણ ખ્યાલ ન આવે કે કોઈ બૂટલેગર આવી ગટરના ભોંયરામાં ચોરખાનું બનાવી દારૂ સંતાડી રાખતો હશે. વડોદરામાં આ પ્રથમ કિસ્સો હશે કે કોઈ બૂટલેગરે આ રીતે પોલીસથી બચવા નવો અખતરો કરી દારૂ સંતાડયો હશે. જોકે આખરે પોલીસે દંતેશ્વરના આ બૂટલેગરના નવા હથકંડાને ખુલ્લો પાડ્યો હતો.

આ પણ વાંચોઃ NCBએ સુશાંતસિંહ રાજપૂતના મિત્ર પીઠાનીની હૈદરાબાદથી ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details