કરજણ તાલુકાના સનીયાદ અને શરૂપુર ટીંબી ગામ જવાના માર્ગે કાચા રસ્તા ઉપરથી મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી અંગેની બાતમીના આધારે કરજણ પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક કન્ટેનર પસાર થતાં તેને અટકાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને ઈલેક્ટ્રીક સામાન ભરેલા બેરલોની વચ્ચે વિદેશી દારૂની 3,984 પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે રાજસ્થાનના કમલકિશોર રાજપૂત અને રાજીવકુમાર જાટની ધરપકડ કરી હતી.
વડોદરામાં કરજણ પોલીસે વિદેશી દારૂના કન્ટેનર સાથે 2 આરોપીની કરી ધરપકડ - કરજણ પોલીસ
વડોદરા: કરજણ પોલીસે સનીયાદ ,શરૂપુર ટીંબી ગામ જવાના કાચા રસ્તા ઉપરથી વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે રાજસ્થાનના 2 ઈસમોની ધરપકડ કરી છે. પોસીલે આરોપી પાસેથી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કરજણ પોલીસે વિદેશી દારૂના કન્ટેનર સાથે 2 આરોપીની ધરપકડ કરી
પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ઈલેક્ટ્રીક સામાન ભરેલા બેરલો, મોબાઈલ અને રોકડ મળી કુલ 1,38,29,753 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.