ગુજરાત

gujarat

ETV Bharat / city

સંસ્કારી નગરી વડોદરામાં ભગવાન જગન્નાથજીની 38મી રથયાત્રા નીકળી

વડોદરા : શહેરમાં સઘન સુરક્ષા વચ્ચે ભગવાન જગન્નાથજીની 38મી રથયાત્રા નીકળી હતી.વડોદરા શેહરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર , બહેન સુભદ્રા સાથે આજે નગર ચર્યા પર નીકળ્યા હત।. યાત્રામાં હજારો લોકોની ભીડ શ્રધ્ધiળુઓનું ઘોડાપુર ભગવાનની એક ઝાંખી જોવા માટે ભાવ વિભોર બન્યા હતા.

By

Published : Jul 4, 2019, 8:04 PM IST

સંસ્કારી નગરી વડોદરામાં ભગવાન જગન્નાથજીની 38મી રથયાત્રા નીકળી

વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાંથી નીકળતી રથયાત્રા વડોદરા શહેરના પ્રથમ નાગરિક અને મેયર દ્વારા પન્ન વિધિ કરાવવામાં આવે છે.અસાષી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્ન્નાથજીના આશીર્વાદ લેવા માટે શહેરીજનો ઉમટ્યા હતા. વડોદરા શહેરના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરામાં ભગવાન જગન્નાથજીની 38મી રથયાત્રા

રથયાત્રાને પગલે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રથયાત્રા વડોદરા શહેરના કાલાઘોડા, રાવપુરા,માંડવી ચાર રસ્તા,ચોખંડી થઈને શહેરના રાજમાર્ગો પર ફરી હતી. રથયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન વડોદરા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આજે ભગવાન જગન્ન્નાથજીની રથયાત્રામાં વડોદરા શહેરના હજારો લોકો ભગવાનનો રથ ખેચીને ધન્ય થયા હતા. શાંતિ અને સલામતીના માહોલ વચ્ચે ભગવાન જગ્ન્નાનાથજીની રથયાત્રા સમગ્ર શહેરમાં ફરી હતી. જેમાં વડોદરા શહેરના હજારો લોકો જય રણછોડ માખણ ચોરના નારા સાથે સમગ્ર વાતાવરણ જાણે કૃષણ મય બની ગયું હતું.

ABOUT THE AUTHOR

...view details