વડોદરા: BCA વતી રમતો વડોદરા (Ansh patel cricketer baroda)નો અંશ પટેલ IPLમાં પંજાબ કિંગ્સ (Ansh patel punjab kings) તરફથી રમતો જોવા મળશે. પંજાબ કિંગ્સે અંશને 20 લાખમાં ખરીદ્યો છે. અંશને પહેલેથી ક્રિકેટમાં રસ હતો એટલે પરિવાર કેનેડાથી વડોદરા શિફ્ટ થયો હતો. IPL-2022 ઓકશન (IPL 2022 Auction)માં વડોદરાના ચાઇનામેન બોલર અંશ પટેલ પર પંજાબ કિંગ્સની ટીમે બોલી લગાવી હતી. પંજાબ કિંગ્સે અંશને રૂપિયા 20 લાખમાં ખરીદતાં તેના પરિવારમાં આનંદની લાગણી ફરી વળી હતી.
3 વર્ષની ઉંમરથી જ ક્રિકેટમાં હતી રુચિ
વડોદરામાં જન્મેલો અંશ પટેલ માતા-પિતા સાથે કેનેડામાં રહેતો હતો. તેના ક્રિકેટપ્રેમને લીધે પરિવાર કેનેડાથી વડોદરા શિફ્ટ થયો હતો. અંશ પટેલે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પિતા કેનેડામાં ક્રિકેટ રમવા જતા હતા ત્યારે અંશ પિતા સાથે જતો હતો. તે વખતે તેની ઉંમર માત્ર 3 વર્ષની હતી. તે વખતથી અંશને ક્રિકેટમાં રુચિ હતી. 6 વર્ષની ઉંમરથી અંશે ક્રિકેટની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ કેનેડાની પ્રોફેશનલ ક્રિકેટ (Canadian professional cricket)માં પણ અંશ રમ્યો હતો. અંશની ક્રિકેટની રુચિને લઈને પિતાએ વડોદરામાં જાણીતા ક્રિકેટર્સ સાથે ચર્ચા પણ કરી હતી. વર્ષ 2012માં એક જાણીતા ક્રિકેટરે અંશને ભારત લઇને આવી તેનું કેરિયર બનાવવા તેના પિતાને કહ્યું હતું. ત્યારથી પરિવાર વડોદરા સ્થાયી થયો છે.
આ પણ વાંચો:IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત