વડોદરા :આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શહેરની SSG હોસ્પિટલમાં તબીબો દ્વારા પડતર માંગણીઓને લઈને (Vadodara yoga Protested) વિરોધ ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી અલગ-અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે તબીબોએ યોગા કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. સિનિયર રિસેન્ડીસ બોન્ડ સેવા તરીકે ગણી લેવાની ઉગ્ર માંગ સાથે ત્રણ દિવસથી વધુ સમય હડતાળ પર ઉતરેલા રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના પીજી સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો અને (International Yoga Day 2022) સરકાર હવે સામ સામે છે. આ પહેલા પણ બી.જે. મેડિકલ ખાતે જુનિયર ડોક્ટરોએ ધરણા પ્રદર્શન કર્યુ હતું.
વડોદરામાં યોગા કરીને સરકારનો કર્યો વિરોધ આ પણ વાંચો :International Yoga Day 2022: સિનિયર સિટીઝને અનોખી રીતે યોગ કરીને લોકોને મૂક્યા આશ્ચર્યમાં
સરકાર સામે તબીબોએ ચડાવી બાંયો - એક તરફ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જુનિયર ડોક્ટરોને નોટિસ આપવામાં આવી હતી કે, રેસિડેન્સીના નિયમો મુજબ તાત્કાલિક ફરજ પર હાજર થાય તેમજ નોટિસમાં એવી પણ સૂચના અપાઈ છે કે, જો કોઈ રેસિડેન્ટ ડોક્ટર તેમની ફરજ પર હાજર નહીં થાય તે શિસ્તભંગના પગલા ભરાશે અને રેસિડેન્સી સમાપ્ત કરવામાં આવશે. સરકારની આ ટર્મિનેશન નોટિસ છતાં હાલ જુનિયર ડોક્ટરો હડતાળ પાછી ખેંચવાના મૂડમાં નથી. જુનિયર ડોક્ટરો આગળ પણ હડતાળ ચાલુ જ રાખશે. જ્યારે સરકાર પણ નમતું જોખવું માંગતી નથી. એક હજારથી વધુ જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાઈ રહી છે. ત્યારે સરકારે હોસ્પિટલોને બહારથી હંગામી મેડિકલ સ્ટાફ મંગાવી લેવા અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા આદેશ કર્યો છે. આ વિરોધ હજુ થમ્યો નથી અને આજે યોગ કરીને સરકાર સામે બાંયો ચડાવી હતી.
આ પણ વાંચો :Vadodara Councilor Meeting : વડોદરા સિંધરોટનું પાણી દક્ષિણ ઝોનને મળતા કાઉન્સિલરોની ખેંચતાણ
આરોગ્ય પ્રધાને ચીમકી ડોક્ટરોને - પી.જી મેડિકલની 2018 અને 2019ની બેચના રેસિડેન્ટસની (SSG Hospital Doctors Protest) કોવિડ કામગીરીને 1:1 મુજબ સીનિયર રેસિડેન્સી બોન્ડ સેવામાં ગણી લેવાઈ હતી. તે રીતે 2019ની બેચના પી.જી રેસિડેન્ટની પણ માંગ છે પરંતુ, સરકાર આ માંગ સ્વીકારવા તૈયાર નથી. આરોગ્ય પ્રધાને આપેલી ચીમકી મુજબ આરોગ્ય વિભાગ દ્વારા તમામ જુનિયર ડોક્ટરોને ટર્મિનેશન નોટિસ આપી ફરજ પર હાજર થઈ જવા કડક આદેશ કરવામા આવ્યો છે. પરંતુ, જુનિયર ડોક્ટરો પણ માનવા તૈયાર નથી અને (Vadodara Yoga Protested Government) હડતાળ ચાલુ જ રાખશે. જ્યારે સરકારે પણ જુનિયર ડોક્ટરોની અવેજમાં જરૂર પડે તેટલો વધુમાં વધુ (Yoga Celebrations in Vadodara) હંગામી સ્ટાફ બહારથી મંગાવી લેવા હોસ્પિટલોને સૂચના આપી દીધી છે.