- સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલના ઈન્ટર્ન તબીબો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
- બેનરો, પ્લે-કાર્ડ સાથે દેખાવો કરી ઉગ્ર સુત્રોચાર પોકાર્યા
- માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રહેવાની ચીમકી ઉચ્ચારી
- ગોત્રી-સયાજી હોસ્પિટલના મળી કુલ 280 ઈન્ટર્ન તબીબો હડતાળમાં જોડાયા
સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટરો હડતાળ પર
વડોદરાઃ કોરોના સંકટ વચ્ચે ઈન્ટર્ન ડોક્ટરોએ સરકારના માથે વધુ એક સંકટ સર્જ્યું છે. સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે સોમવારથી વડોદરાના ગોત્રી જીએમઈઆરએસ તેમજ સયાજી હોસ્પિટલના 280 જેટલા ઈન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. ગોત્રી હોસ્પિટલ ખાતે ઈન્ટર્ન તબીબોએ પ્લેકાર્ડ, બેનરો સાથે દેખાવો કર્યા હતા અને સરકાર સમક્ષ સ્ટાઈપેન્ડ 12,500થી વધારી 20,000 કરવા માંગ કરી હતી. તેમજ વોર્ડમાં કામ કરવા માટે 1,000 આપવા પણ રજૂઆત કરી હતી.
સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા સ્ટાઈપેન્ડ 12,500થી વધારી 20,000 કરવા તેમજ વોર્ડમાં કામ કરવા માટે 1,000 આપવા રજૂઆત
રાજ્યની વડોદરા સહિત 6 સરકારી મેડિકલ કોલેજના એક હજાર ઇન્ટર્ન ડોક્ટર્સ છેલ્લા આઠ મહિનાથી કોરોના મહામારીમાં ફરજ બજાવે છે. ગુજરાત સરકાર દ્વારા દિલ્હી, મુંબઇ અને બંગાળની જેમ સ્ટાઈપેન્ડ ચુકવામાં ન આવતા ઇન્ટર્ન ડોક્ટર્સ છેલ્લા કેટલાક સમયથી નારાજ છે. કોવિડ-19ના ફરજ પરના MBBS અને BDSના ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ સહિત નર્સિંગ સ્ટાફને રૂ.15,000 સ્ટાઈપેન્ડ તરીકે ચુકવાય છે. તેની સામે રૂ.12,500 સ્ટાઈપેન્ડ આપવામાં આવતા ઇન્ટર્ન ડોક્ટર્સ બેવડી નીતિનો આક્ષેપ કરી રહ્યા છે.
સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને એરીયર્સ સાથે સ્ટાઈપેન્ડ રૂ.20,000 આપવા માટે ઇન્ટર્ન ડોક્ટર્સે વિતેલા દિવસોમાં ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા અનેક રજૂઆતો કરી છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી એરીયર્સ સાથે સ્ટાઈપેન્ડની માંગણીનો સ્વિકાર કરવામાં ન આવતા સોમવારે એક હજાર ઇન્ટર્ન ડોક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે અને જ્યા સુધી માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યા સુધી હડતાળ ચાલુ રહેશેની ચીમકી ઉચ્ચારી હતી.
સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા