ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના કેસોમાં નોંધપાત્ર વધારો - સયાજી હોસ્પિટલ

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 17 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 6 દર્દીઓ સાથે કુલ આંક 291 પર પહોંચ્યો હતો. જ્યારે SSGમાં 15 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. તેમજ 2 દર્દીઓ સાજા થઈ જતાં રજા આપવામાં આવી હતી. તેમજ સારવાર લઈ રહેલા 1 દર્દીનું મોત થયું હતું.

વડોદરાની સયાજીમાં 17 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 6 દર્દીઓ દાખલ થયા
વડોદરાની સયાજીમાં 17 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 6 દર્દીઓ દાખલ થયા

By

Published : May 28, 2021, 11:32 AM IST

  • વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા 23 દર્દીઓ નોંધાયા
  • વડોદરાની સયાજીમાં 17 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 6 દર્દીઓ દાખલ થયા
  • 23 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી

વડોદરા:SSG હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 17 દર્દીઓ નોંધાયા છે. જેથી અત્યાર સુધીનો કુલ આંક 230 પર પહોંચ્યો છે. દિવસ દરમિયાન 15 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. SSGમાં કુલ 29 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 9 તથા 20 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી. જેમાં 2 દર્દીઓની આંખો કાઢી નાખવાની ફરજ પડી હતી. દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસિસના કારણે SSG હોસ્પિટલના બિછાને 1 દર્દીનું મોત થયું હતું. જ્યારે 1 દર્દી સાજો થઈ જતાં રજા આપી દેવામાં આવી હતી.

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા 23 દર્દીઓ નોંધાયા

આ પણ વાંચો:મ્યુકોરમાઈકોસિસ: જો સુરતના વેપારીએ 48 કલાક મોડું કર્યું હોત તો એક આંખ ગુમાવવાનો વારો આવતો

મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા 291 થઈ; 1 દર્દીનું મોત

ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 6 દર્દીઓ નોંધાયા છે. જેમાં અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 61 પર પહોંચી છે. જ્યારે 8 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી અને 15 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દુરબીનથી નાકની અંદરની સર્જરી 7 અને લોકલ એનેસ્થેશિયા આપીને 8 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:વલસાડ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ શરૂ કરાયો

મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો

ગોત્રી હોસ્પિટલમાંથી દિવસ દરમિયાન 1 દર્દી સાજો થઈ જતા રજા આપી દેવામાં આવી હતી. શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કુલ મળી મ્યુકોરમાઈકોસિસના દર્દીઓનો કુલ આંક 291 ઉપર પહોંચ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details