- વડોદરાનો એક ઉમેદવાર સિક્કા લઇ ફોર્મ ભરવા પહોંચ્યો
- ડિપોઝિટના 3000 હજાર સિક્કા સાથે ફોર્મ ભર્યું
- ટેબલ પર 3 હજાર રૂપિયાના સિક્કા વેરતાં અધિકારીઓ ચોંક્યા
- વોર્ડ 8માં સ્વેજલ વ્યાસે નોંધાવી અપક્ષ ઉમેદવારી
- 3 હજાર ઘરોથી એક-એક રૂપિયો ઉઘરાવ્યો
વડોદરાના આ ઉમેદવારે ડિપોઝિટના 3000 સિક્કા આપ્યા
વડોદરામાંઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે શનિવારે છેલ્લો દિવસ હતો, ત્યારે સેજલ વ્યાજ નામના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેના માટે તેમણે ડિપોઝિટ માટે 3000 રૂપિયાના સિક્કા આપ્યા હતા. જેથી ઓફિસમાં બેઠેલા તમામ લોકો ચોંકી ગયા હતા. તેમણે જણાવ્યુ કે, તેમણે આ સિક્કા 3000 જેટલા લોકોને મદદ કરેલા પાસેથી એક-એક રૂપિયા લીધા હતા.
વડોદરામાં સ્વેજલ વ્યાસે વોર્ડ નંબર 8થી અપક્ષ ઉમેદવારી નોંધાવી 12 વર્ષથી ટીમ રિવોલ્યુશન સાથે કાર્યરત
સેજલ વ્યાસ ગત 12 વર્ષથી ટીમ રિવોલ્યુશન ચલાવી રહ્યા છે. લોકોના લગતા પ્રશ્નો તે નેતાઓ અને કાર્યકર્તાઓથી વધુ વાચા આપે છે. કોરોના વાઇરસ મહામારી હોય કે વડોદરા પૂરની પરિસ્થિતિ સંઘર્ષ આંદોલન અને મહેનતથી તેઓ આગળ વધ્યા છે. ઇલેક્શન બાદ ઉમેદવારો ક્યારેય પણ લોકો વચ્ચે જતા નથી અને તેમના કામો અધૂરા રહેતા હોય છે, ત્યારે સેજલ વ્યાસ લોકોની સમસ્યા દૂર કરે છે. તેમણે જણાવ્યું હતું કે, તેમણે આ રૂપિયા લોકો પોસેથી ઉઘરાવ્યા છે. એ પણ એવા લોકો પાસેથી જેમની મદદ સેજલ વ્યાસે કરી છે.