- વડોદરામાં વધુ એક વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો કારસો
- વિધર્મીએ શ્રીમંત પરિવારની સુશિક્ષિત યુવતીને પ્રેમજાળમાં ફસાવી
- વિધર્મીએ અંગત પળોના ફોટા વીડિયો વાયરલ કરવાની આપી હતી ધમકી
- યુવતીને શરીર પર બ્લેડના ઘા ઝીંકવા મજબૂર કરનાર વિધર્મી યુવકની ધરપકડ
વડોદરાઃ શહેરમાં 23 વર્ષીય યુવતી સેલ્વિન પાઉલ પરમાર નામના એક ખ્રિસ્તી યુવકના સંપર્કમાં આવી હતી. 2 વર્ષ પહેલા બંનેનો પરિચય થયો હતો. ત્યારબાદ યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ધોરણ 10 પાસ સેલ્વિન યુવતીને લગ્ન કરવા દબાણ કરવા લાગ્યો હતો. ત્યારે વિધર્મી યુવકે યુવતીને બ્લેકમેલ કરી તેની સાથે લગ્ન કર્યા હતા. આ અંગે ACP પરેશ ભેસાણિયાએ જણાવ્યું હતું કે, લગ્ન માટે દબાણ કરતા ખ્રિસ્તી યુવકે યુવતીને બ્લેકમેલ કરવાનુ શરૂ કર્યું હતું. તેણે બંને વચ્ચેના અંગત પળોના વીડિયો બતાવીને તેને ધમકી આપી હતી, જેથી આઘાતમાં પડેલી પીડિત યુવતીએ યુવકના ત્રાસથી છુટકારો મેળવવા પોતે જ પોતાના શરીર પર બ્લેડના ઘા માર્યા હતા. વિધર્મી યુવક યુવતીને ધમકાવી એક દિવસ આણંદ લઈ ગયો હતો, જ્યાં બંનેએ ચર્ચમાં લગ્ન કર્યા હતા.
યુવતીને શરીર પર બ્લેડના ઘા ઝીંકવા મજબૂર કરનાર વિધર્મી યુવકની ધરપકડ આ પણ વાંચો-વાપીના વિધર્મી પરિણીત યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, પોલીસે કરી ધરપકડ
મહિલા સુરક્ષા સમિતિ આવી પીડિત મહિલાની મદદે
લગ્ન બાદ વિધર્મી યુવક યુવતીને ઘરમાં ગોંધી રાખી માનસિક ત્રાસ આપતો હતો. ત્યારે મહિલા સુરક્ષા સમિતિ આ પીડિત મહિલાની મદદ માટે આગળ આવી હતી. અને તેમની જ મદદથી પોલીસે આરોપી વિધર્મી યુવકની ધરપકડ કરી હતી. મહિલા સુરક્ષા સમિતિના શોભના રાવલે જણાવ્યું હતું કે, આરોપ સેલ્વિને યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કર્યું હતું. એટલું જ નહીં યુવતીને ઘરમાં ગોંધી પણ રાખવામાં આવતી હતી. આ મામલે દિકરીના પિતાને જાણ થતાં તેઓ દીકરીને પોતાના ઘરે લઈ આવ્યા હતા. આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ યુવતીના પિતાએ સેલ્વિન પાઉલ પરમાર, શ્વેતા પાઉલ પરમાર અને પાઉલ પરમાર સામે ફરિયાદ દાખલ કરી હતી.
મહિલા સુરક્ષા સમિતિ આવી પીડિત મહિલાની મદદે આ પણ વાંચો-Love Jihad Case: પરણિતાને હેરાન કરતો હતો વિધર્મી યુવક
વિધર્મી યુવક યુવતીને બ્લેકમેલ કરી તેને બ્લેડના ઘા મારવાનું કહેતો હતો
વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ સોશિયલ મીડિયાથી સતત સંપર્કમાં રહેતો હતો. યુવતીના પરિવારે તેનો મોબાઈલ ચેક કરતાં એમાં યુવક સાથેનું ચેટિંગ મળી આવ્યું હતું, જેમાં યુવક તેને એક જ મિનિટમાં બ્લેડથી 40થી 45 કાપા પોતાના શરીર પર મારવાનું કહી તેના ફોટા સોશિયલ મીડિયા પર મગાવી આનંદ લેતો હતો. ઉલ્લેખનીય છે કે, પીડિતાએ યુવક દ્વારા અપાતી ધમકીઓના પુરાવા તેમજ બ્લેડના ઘા મારવા આપેલી દુષ્પ્રેરણાના પુરાવા આપ્યા છતાં પોલીસે ફરિયાદમાં યુવકના ત્રાસથી યુવતીએ જાતે જ ઘા માર્યા હોવાનો ઉલ્લેખ કરતા છાણી પોલીસની કામગીરી શંકાના ઘેરામાં છે. ત્યારે આગામી સમયમાં પોલીસ યુવતીને ન્યાય અપાવી શકશે કે કેમ એ પ્રશ્ન અહીં ઉભો થાય છે. આરોપીએ આણંદમાં ચર્ચમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા ત્યારે ત્યાંના પાદરીએ જિલ્લા મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લીધી હતી કે કેમ તેમ જ યુવકને સમગ્ર ગુનામાં અન્ય પરિવારના સભ્યોએ પણ મદદ કરી હોવાથી પોલીસે તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.