ગુજરાત

gujarat

ETV Bharat / city

પોલીસ અને કલેક્ટરને હું ગજવામાં રાખું છુંઃ મધુ શ્રીવાસ્તવ - Bajipura

વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે બાજીપુરા ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન વખતે વાઘોડિયાના ધારસભ્ય મધુ શ્રીવાસ્તવ કહ્યું પોલીસ અને કલેક્ટરને હું ગજવામાં રાખું છું નીતિન પટેલે જણાવ્યું હતુ કે, કઇ પણ ભારતના નાગરિક હોય કે, ભાજપના હોદ્દેદાર સંયમ જાણવવું પડશે કાયદાનું સન્માન બધાએ કરવું પડશે.

પોલીસ અને કલેક્ટરને હું ગજવામાં રાખું છુંઃ મધુ શ્રીવાસ્તવ
પોલીસ અને કલેક્ટરને હું ગજવામાં રાખું છુંઃ મધુ શ્રીવાસ્તવ

By

Published : Feb 17, 2021, 11:10 PM IST

  • વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય ફરી આવ્યા વિવાદમાં
  • ભારતના નાગરિક હોય કે, ભાજપના હોદ્દેદાર સંયમ જાણવવું પડશેઃ નીતિન પટેલ
  • મધુ શ્રીવાસ્તવે કાર્યક્રમમાં વિવાદિત ભાષણ આપતા ચકચાર

વડોદરાઃ જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, ત્યારે બાજીપુરા ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન વખતે વાઘોડિયાના ધારસભ્ય મધુ શ્રીવાસ્તવ કહ્યું પોલીસ અને કલેક્ટરને હું ગજવામાં રાખું છું નીતિન પટેલે જણાવ્યું હતુ કે, કઇ પણ ભારતના નાગરિક હોય કે, ભાજપના હોદ્દેદાર સંયમ જાણવવું પડશે કાયદાનું સન્માન બધાએ કરવું પડશે.

પોલીસ અને કલેક્ટરને હું ગજવામાં રાખું છુંઃ મધુ શ્રીવાસ્તવ

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી આયા વિવાદમાં

વાઘોડિયાના ધારાસભ્યના વિવાદોનો અંત આવતો નથી વારંવાર ભારે વિવાદોમાં આવી રહ્યા છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ ચકસાણી વખતે તેમના પુત્ર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ થતાં ચૂંટણી અધિકારીની ઓફીસમાં તોડ ફોડ કરી હતી અને ત્યારબાદ મીડિયાકર્મીઓને ધમકી આપી હતી. આ પ્રકારની સમસ્યામાં હજી સુધી કોઈ પણ પ્રકારની પોલીસે કાર્યવાહી કરી ન હતી, ત્યા ફરી મધુ શ્રીવાસ્તવ વિવાદોમાં આયા છે.

કાર્યક્રમમાં વિવાદિત ભાષણ આપતા ચકચાર

વડોદરા જિલ્લાના તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રચારના કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લા પંચાયતની ચૂંટણી ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ હતો. જે કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મધુ શ્રીવાસ્તવે માઈક પર બેફામ વાણીવિલાસ શરૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે, કલેક્ટર અને પોલીસને હું ગજવામાં રાખું છું કોઈની તાકાત નથી કે, મારો કોલર પકડી બતાવે અને દેશ આઝાદ છે. આપણે પણ આઝાદ છીએ કેવું વિવાદિત ભાષણ આપતા જ ચકચાર મચી ગઈ હતી અને શિસ્તની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના શિસ્તના ધજાગરા ઉડી ગયા હતા.

નીતિન પટેલનું નિવેદન કાયદાનું સન્માન જાળવવું પડશે

નાયબ મુખ્યમંપ્રધાન નીતિન પટેલ વડોદરામાં બે જાહેર સભા સંબોધન કરવા માટે આવ્યા હતા. સમા-સાવલી રોડ પર પાટીદાર સંમેલનમાં નીતિન પટેલે મધુ શ્રીવાસ્તક મામલે જણાવ્યું હતું કે, ભારતના નાગરિક તરીકે ભાજપના હોદ્દેદાર વધારે સંયમ જાળવવો પડશે. કાયદાનું સન્માન જાળવવું પડશે. કયા સંદર્ભમાં બોલ્યા કે. તે મને હાલ ખબર નથી પણ કોઈ પણ આવું બોલશો ચલાવી લેવામાં આવશે નહીં.

ABOUT THE AUTHOR

...view details