ગુજરાત

gujarat

વરસાદના પાણી ઘરમાં ભરાવાની સાથે બેન્કના લોકરમાં પણ પાણી પાણી

By

Published : Jul 25, 2022, 10:24 PM IST

ગુજરાતમાં વરસાદી માહોલ જામતા ગઈકાલે વડોદરામાં ધોધમાર વરસાદ(Heavy Rain in Vadodara) ખાબક્યો હતો. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં(Chaar Darwaja Area in Vadodara) આવેલી બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા. લોકર રૂમમાં પાણી ભરાતા બેન્કના અધિકારી અને ખાતા ધારકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

વરસાદના પાણી ઘરમાં ભરાવાની સાથે બેન્કના લોકરમાં પણ પાણી પાણી
વરસાદના પાણી ઘરમાં ભરાવાની સાથે બેન્કના લોકરમાં પણ પાણી પાણી

વડોદરા:શહેરમાં હવામાન વિભાગની આગાહી(Meteorological department forecast) અનુસાર ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ પાણી વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ(Bank of Baroda Branch) સુધી પહોંચી ગયા છે. જેથી બેન્ક ઓફ બરોડાના લોકર રૂમમાં(Locker room of Bank of Baroda) પાણી જ જોવા મળી રહ્યું છે. બેન્કના લોકર રૂમમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટયા જોવા મળી રહ્યા છે.

બેન્ક ઓફ બરોડાની બ્રાંચના લોકર રૂમમાં ભરાયા પાણી

બેન્કમાં ઘૂંટણસમા પાણી ભરાયા - શહેરમાં વરસેલા વરસાદના કારણે ચાર દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તેને લઈને નીચાણવાળી તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેમાં બેન્કપણ બાકી નથી. શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં બેન્ક ઓફ બરોડાની મેઈન બ્રાન્ચ આવેલી છે. જેમાં વરસાદી પાણી ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે પડેલા વરસાદને પગલે બેન્કમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેથી બેન્કના કર્મચારીઓ સહિત ખાતેદારો ચિંતામાં મુકાયા છે. વરસાદી પાણી લોકર રૂમ સુધી પહોંચી જતા ખાતેદાર પોતાની મૂડી અને લોકરમાં મુકેલા કિમતી વસ્તુઓને જોવા માટે ભીડ ઉમટી પડી હતી.

આ પણ વાંચો:દ્વારકાના વોર્ડ નંબર 3માં વરસાદી પાણી ભરાઈ જતા લોકોના પગમાં આવી ખંજવાળ, ફરિયાદ કરવા નગરપાલિકાએ દોડ્યા

દર વર્ષની જેમ પાણીની સમસ્યા યથાવત્ -બેન્કમાં દર વર્ષની જેમ આ વર્ષે 153મોં સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ બેન્કોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની સમસ્યા યથાવત્ જોવા મળી રહી છે. દર વર્ષે ચોમાસામાં આ બેન્કમાં પાણી ભરાઈ જાય છે. બેન્કના લોકરમાં લોકોના પૈસા, સોનું-ચાંદી મૂકેલું હોય છે. જેમાં પાણી ભરાઈ જતા લોકો હેરાન-પરેશાન થઈ જાય છે.

ચંપલ ઉતારીને લોકર રૂમમાં જવું પડી રહ્યું છે - આ વર્ષે ચાર દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ કરવાનો કોઈ રસ્તો નથી. માત્ર 1 ઈંચ વરસાદમાં જ દુકાનોની અંદર વરસાદના પાણી ઘૂસી જાય છે. ખાસ કરીને બેન્ક ઓફ બરોડાના લોકર વિભાગમાં(Locker Section of Bank of Baroda) પાણી ભરાઈ ગયું છે. બેન્કમાં એટલું પાણી ભરાયું છે કે, લોકોને ચંપલ ઉતારીને લોકર રૂમમાં જવું પડી રહ્યું છે. જેથી તમામ બેન્કના લોકર ધારકો દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:ઉકાઈ ડેમના જળસ્તરમાં વધારો, તાપીમાં પાણી છોડવામાં આવ્યું

લોકરમાં રહેલા સામાનની જવાબદારી કોની? -મહત્વનું છે કે ઓછો વરસાદ પડ્યો હોવા છતાં લોકર રૂમમાં પાણી ભરાઈ ગયું હતું. વધુ વરસાદમાં લોકરમાં રહેલા સામાનની જવાબદારી કોની? જેવા સવાલો ખાતાધારકોને મનમાં ઉઠી રહ્યા છે. બીજી બાજુ બેન્કમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યાનું આજદિન સુધી નિરાકરણ ન આવતા લોકોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details