ગુજરાત

gujarat

ETV Bharat / city

Har Ghar Tiranga : વડોદરાનો સૌથી ઊંચો તિરંગો 15 ઓગસ્ટે ફરકાવાશે ખરો? - Tallest flag of Gujarat

વડોદરાના સમા વિસ્તારમાં આવેલા ગુજરાતના સૌથી ઊંચા 68 મીટરના ફ્લેગમાસ્ટ (Tallest flag of Gujarat) પર છેલ્લા ત્રણ વર્ષથી સ્વતંત્રતા દિવસે (Independence Day 2022 ) તિરંગો ફરકાવામાં આવ્યો નથી. આ મામલે આઝાદીના 75માં વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા‘ અભિયાન (Har Ghar Tiranga) નિમિતે ફ્લેગમાસ્ટ પર વડોદરા કોર્પોરેશન દ્વારા તિરંગો ફરકાવશે કે નહીં તેના વિશે વિપક્ષ નેતા સવાલ ઉઠાવતા શું કહ્યું? તે જાણીએ આ અહેવાલમાં...

Etv Bharatસ્વતંત્રતા દિવસે ધ્વજ ફરકશે કે નહીં તે અંગે વિપક્ષ અસમંજસમાં
Etv Bharatસ્વતંત્રતા દિવસે ધ્વજ ફરકશે કે નહીં તે અંગે વિપક્ષ અસમંજસમાં

By

Published : Aug 9, 2022, 6:52 PM IST

વડોદરા:આઝાદીના 75માં વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા (Har Ghar Tiranga) સાથે આઝાદી કા અમૃત મહોત્સવની(Azadi ka Amrit Mohotsav) ઉત્સાહભેર ઉજવણી કરવા માટે સૌ કોઈમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતના સૌથી ઊંચા 68 મીટરના ફ્લેગમાસ્ટ (Tallest flag of Gujarat) પર વડોદરા કોર્પોરેશન દ્વારા તિરંગો ફરકાવશે કે નહીં. તે અંગે શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા સમા ખાતે રાજ્યનો સૌથી ઉંચો તિરંગો લહેરાવવા માટે 52 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો:

તિરંગો ફરકતો રહે તે માટે તજજ્ઞોની સલાહ લેવી જોઈએ -વિપક્ષ પણ સવાલ ઉઠાવવાની સાથે એમ પણ જણાવ્યું છે કે, રૂપિયા 52 લાખના ખર્ચે જે ફ્લેગમાસ્ટ બનાવવામાં આવ્યો છે. તે ફ્લેગમાસ્ટ પર કાયમી ધોરણે કેવી રીતે તિરંગો ફરકતો રહે તે માટે તજજ્ઞોની સલાહ લેવી જોઈએ. જોકે 15 ઓગસ્ટ 2022ના દિવસે (Independence Day 2022 ) ગુજરાતનો સૌથી ઊંચો ફ્લેગ ફરકાવવામાં આવશે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા રાજ્યના સૌથી ઊંચા 68 મીટરના ફ્લેગમાસ્ટ પર વડોદરા મહાનગરપાલિકા છેલ્લા લગભગ ત્રણ વર્ષથી તિરંગો ફાટી જવાના કારણે સ્વતંત્રતા દિવસે તિરંગો ફરકાવ્યો નથી.

આ પણ વાંચો:Har Ghar Tiranga: વેપારીએ તિરંગાની પ્રતિકૃતિના એક લાખ સાડીના બોક્સ બનાવ્યા, દરેક બોક્સમાં સાડી સાથે નિશુલ્ક તિરંગા

ધ્વજ વારંવાર ફાટી જતા પાલિકા દ્વારા તિરંગો ઉતારી લેવામાં આવે છે -વડોદરા કોર્પોરેશન(Vadodara Municipal Corporation) દ્વારા આ વખતે તિરંગો ફરકાવે તેવી શહેરીજનો લાગણી વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2017માં રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રાજ્યના સૌથી ઊંચા ફ્લેગનું લોકાર્પણ કરાયું હતું. જેની પાછળ 52 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે ધ્વજ વારંવાર ફાટી જતા પાલિકા દ્વારા તિરંગો ઉતારી લેવામાં આવે છે. પરંતુ, જાણકારોનું કહેવું છે કે, જો પોલની હાઇટ ઓછી કરી દેવામાં આવે તો કાયમી ધોરણે દેશની આન સમો તિરંગો લહેરાઈ શકે તેમ છે.

રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાય તે રીતે ફરકાવવામાં આવે છે -તિરંગો ફરકાવવાની જવાબદારી સંભાળનાર ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે ETV Bharatને જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા ખાતે રાજ્યનો સૌથી ઊંચો ધ્વજ ફરકતો રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, ઊંચાઇના કારણે રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય અને માન સન્માન જળવાઈ રહે તે રીતે આ ધ્વજ વર્ષમાં બે વખત 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના ફરકાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 15 ઓગસ્ટ 2022ના દિવસે આ તિરંગો ફરકાવવામાં આવશે.

આ પણ વાંચો:દેશભક્તિના રંગમાં રંગાયા આ ગાયક કલાકાર, બનાવી નાખ્યું નવું ગીત

52 લાખોનો અધધ ખર્ચ કરવામાં આવ્યો -કોર્પોરેશન વિપક્ષી નેતા અમી રાવતે ETV Bharatને જણાવ્યું હતું કે, તિરંગો આપણા દેશનું ગૌરવ છે. વડોદરા કોર્પોરેશન દ્વારા સમા ખાતે ઝૂંપડાવાસીઓને દૂર કરીને તે જગ્યા પર ગુજરાતનો સૌથી ઊંચો તિરંગો(Tallest flag of Gujarat) ફરકાવવા માટે રૂપિયા 52 લાખનો ખર્ચ કર્યો હતો. પરંતુ, કોર્પોરેશન દ્વારા કોઇ પણ જાતના અભ્યાસ વગર ગુજરાતનો સૌથી ઊંચો ફ્લેગ ફરકાવવા માટે આયોજન કર્યું હતું. હજુ પણ કોર્પોરેશન પોતાની ભૂલ સુધારી શકે છે. તજજ્ઞોનો અભિપ્રાય લઈને તેમજ પોલની હાઈટ ઓછી કરી દેવામાં આવતો જે ઉદ્દેશ્યથી આ તિરંગો લહેરાવવા માટેનું આયોજન હતું, તે સાર્થક થશે બાકી હાલના તબક્કે પ્રજાના નાણાંનો વ્યય જ થયો છે. કોઈ પણ ક્ષતિ દૂર કરી 365 દિવસ ફ્લેગ લહેરાતો રહે તેવી વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details