વડોદરાસમગ્ર રાજ્યમાં આજથી આસો સુદ નવરાત્રીના પાવન પર્વની શરૂઆત (Happy Navratri) થઈ ચૂકી છે. માં આદ્યશક્તિની ઉપાસના માટે ભાવિ ભક્તો વહેલી સવારથી (Navratri 2022) અનેક માં જગદંબાની આરાધના અર્થે મંદિરે પહોંચી ગયા હતા. ત્યારે નવરાત્રીનો પર્વનું મહત્વ (Navratri Importance) શું છે અને નવરાત્રી એટલે શું? નવરાત્રીના નવ દિવસ કરવામાં આવતી પૂજા (Navratri Puja) અર્ચન વિશે જાણીશું. નવરાત્રી એક હિંદુ ઉત્સવ છે, જેમાં નવરાત્રી એટલે નવરાત્રીનો સમૂહ. આ નવ રાત્રી અને દસ દિવસ દરમિયાન દેવીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે.
નવ દિવસ શા માટે કરવામાં આવે છે માં આધાશક્તિની પૂજા અર્ચના - happy navratri 2022
આજથી આસો સુદ નવરાત્રીના (Happy Navratri) પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આવો જાણીએ કે, નવરાત્રીનો પર્વનું મહત્વ (Navratri Importance) શું છે અને નવરાત્રી એટલે શું? (happy navratri 2022)
શું છે નોરતાનું મહત્વઆસો માસની પ્રતિપદાથી નોમ સુધી નવ દિવસ નોરતા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસોએ હિન્દુઓ નવદુર્ગાનું વ્રત ઘટસ્થાપન તથા પૂજા અર્ચન કરવામાં આવે છે. હિન્દુઓ નવરાત્રીને પહેલે દિવસે સ્થાપના કરે છે અને દેવીનું આહવાન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમા દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાક લોકો નવરાત્રીમાં વ્રત પણ કરે છે. માતાજીની સ્થાપના કરી આઠમ કે નોમને દિવસે કુમારી ભોજક પણ કરાવે છે. આ ભોજનમાં બે થી દસ વર્ષની ઉંમરની નવ કુવારીકાઓ હોય છે. આ કુંવારીકાઓની કલ્પિત નામ પણ છે જેમ કે કુવારિકા, ત્રિમૂર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડીકા, શાંભવી, દુર્ગા, સુભદ્રા નવરાત્રીમાં નવ દુર્ગાની નિત્ય ક્રમવાર એક એક દુર્ગાનું દર્શન કરવામાં પણ વિધાન છે. (happy navratri 2022)
શક્તિની નવ સ્વરૂપની પૂજાનવરાત્રીના પાવન પર્વે માં આદ્યશક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવીની પૂજા દરેક વિસ્તારની પરંપરા આધારિત હોય છે. માતાજીના આ નવ સ્વરૂપો જેમાં દુર્ગા સ્વરૂપ જે અપ્રાપ્ય છે જે બીજું સ્વરૂપ ભદ્રકાળી છે. ત્રીજું સ્વરૂપ અન્નપૂર્ણા જે અનાજને મોટી સંખ્યામાં સંગરીને રાખે છે. ચોથા સ્વરૂપમાં સર્વમંગલા કે જે બધાને આનંદ આપે છે. ત્યારબાદ અનુક્રમે ભૈરવી, ચંદ્રિકા કે ચંડી, લલિતા, ભવાની, મૂકામ્બીકા જેવા સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. (Navratri celebrations in Vadodara)