વડોદરા : રમત ગમતને વેગ આપવા ગુજરાત સરકારે 1970માં વડોદરામાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના કરી હતી. જેના 52 વર્ષમાં 16 સિનિયર કોચે આ કેન્દ્રનું નેતૃત્વ કર્યું છે. જે તમામ પુરુષો હતાં વર્ષો સુધી રમતને મેલ ડોમીનેટેડ ફિલ્ડ ગણવામાં આવ્યું અને ખાસ કરીને કોચ પુરુષ હોય એવી એક માન્યતા ઘર કરી ગઈ હતી. જોકે આજે આ કેન્દ્રમાં વિવિધ રમતોના જે 16 ક્વોલિફાઈડ કોચિસ્ (swimming sport information) પ્રશિક્ષણ આપી રહ્યાં છે તેમાં 7 મહિલાઓ છે.
ગુજરાત 36મી નેશનલ ગેમ્સ -2022માં વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રને પહેલીવાર મહિલા સુકાની કૃષ્ણા પંડ્યા મળ્યો છે. જે હાલમાં જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે રમત તાલીમની અને સ્પર્ધાઓનું આયોજનની જવાબદારી ઉઠાવી રહ્યા છે. આ વર્ષે ગુજરાત 36મી નેશનલ ગેમ્સ (national games 2022) યોજી રહ્યું છે. જેની ચાર રમતો વડોદરામાં રમાવાની છે. તેના આયોજનનો એક મોટો પડકાર આ મહિલા સ્વિમિંગ કોચે (Swimming Coach in Gujarat) ઉઠાવવાનો છે.
ગુરૂ પિતા જ હતા - "વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના 17માં સુકાનીની જવાબદારીથી હું પ્રોત્સાહિત છું અને રમતના વિકાસ અને ખેલાડીઓના ઘડતરમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે હું સંકલ્પ બધ્ધ છું એવો જોશ વ્યક્ત કર્યો હતો". ક્વોલિફાઇડ કોચના પહેલા ગુરુ એમના પિતા સુભાષ પંડ્યા હતા. જેમણે એમને તરતા શીખવ્યું અને સ્વિમર તરીકે એમનું ઘડતર કર્યું. એક તરણ વીરાંગના તરીકે કૃષ્ણાએ 12 રાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધો, 4 ટ્રાયથલોન અને 8 ઓપન વોટર સ્વિમિંગ (Open Water Swimming) એટલે કે દરિયા કે નદી તરણ સ્પર્ધાઓમાં ભાગ લીધો જે તમામ માન્ય ફેડરેશન દ્વારા યોજવામાં આવી હતી.