ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં સરકારની ગાઈડલાઈન મુજબ ધોરણ 10 અને 12 ની સ્કૂલો આજથી શરુ

કોરોના મહામારી બાદ 10 મહિના બાદ સ્કૂલો ખુલતા બાળકો ઉત્સાહભેર સ્કૂલમાં આવ્યા હતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ વાલીના સંમતિ પત્ર લઈને સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. સ્કૂલના સંચાલકોએ બાળકોને પ્રવેશ આપ્યો હતો.

વડોદરા
વડોદરા

By

Published : Jan 11, 2021, 12:34 PM IST

  • વડોદરા શહેરમાં 10 મહિના બાદ ધોરણ 10 અને 12 નું શૈક્ષણિક કાર્ય શરૂ થયું
  • સ્કૂલ સંચાલકોએ સરકારી ગાઈડલાઈન નું પાલન કરી બાળકોને પ્રવેશ આપ્યો
  • પહેલા દિવસે બાળકોની સંખ્યા પાંખી જોવા મળી
    વડોદરામાં સરકારની ગાઈડલાઈન મુજબ ધોરણ 10 અને 12 ની સ્કૂલો આજથી શરુ


    વડોદરા :વિશ્વમાં કોરોનાની મહામારી બાત માર્ચ મહિનાથી લોકડાઉન જાહેર કરવામાં આવતા સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ 10 મહિના પછી આથી રાજ્યની અંદર ધોરણ 10 અને 12 નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્કૂલના સંચાલકો માટે સરકારની ગાઈડલાઈન મુજબ ફરી શરૂ કરવાના આદેશ આપ્યા હતા. તેને લઈને આજથી ધોરણ 10 અને 12 વડોદરા શહેરની અંદર સ્કૂલો શરૂ કરવામાં આવી હતી બાળકો ઉત્સાહભેર સ્કૂલમાં આવ્યા હતા.

    સ્કૂલના સંચાલકોએ સરકારની ગાઇડ લાઇનનો પાલન કરી વિધાર્થીઓ ને પ્રવેશ આપ્યો
    પહેલા દિવસે બાળકોની સંખ્યા પાંખી હાજરી જોવા મળી


    કોરોના મહામારી બાદ 10 મહિના બાદ સ્કૂલો ખુલતા બાળકો ઉત્સાહભેર સ્કૂલમાં આવ્યા હતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ વાલીના સંમતિ પત્ર લઈને સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. સ્કૂલના સંચાલકોએ બાળકોને પ્રવેશ આપ્યો હતો. સરકારી ગાઇડલાઇન મુજબ બાળકો જ્યારે સ્કૂલમાં પ્રવેશ્યા. ત્યારે તેમને સેનિટાઈઝર થી હાથ સાફ કરીને અંદર પ્રવેશ મેળવ્યો હતો. જે બાળકોમાં માસ્ક કે સેનિટાઈઝર લાવ્યા ન હતા તેઓને સ્કૂલના સંચાલકો દ્વારા આ માસ્કને સેનિટાઈઝર આપવામાં આવ્યું હતું.

    વર્ગખંડ ની અંદર વિધાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ

    સ્કૂલના સંચાલકો ને સરકાર ની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હતો વાલીઓની સંમતિ પણ લેવાની હતી સ્કૂલના સંચાલકો દ્વારા પણ વર્ગખંડને સેનિટાઈઝર કરવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકોને વર્ગખંડ ની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો એક બેંચ પર એક વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવતા હતા અને 6 ફુટ નું ડિસ્ટન્સ પણ એક વિદ્યાર્થી અને બીજા વિદ્યાર્થીઓ વચ્ચે રાખવામાં આવ્યું હતું. એક વર્ગખંડનીની અંદર માત્ર 15 વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવતા હતા.

    પ્રથમ દિવસે અને ઉત્તરાયણના તહેવારને લઈને વિદ્યાર્થીઓની હાજરી ઓછી જોવા મળી

    10 મહિના બાદ ફૂલો ખોલો બાળકોમાં એક અનેરો આનંદ અને સ્કૂલના સંચાલકો ને શિક્ષકોની અંદર પણ એક ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ પણ 10 મહિનાથી ઓનલાઇન શિક્ષણ ભણતા હતા. હવે ઓફલાઈન શિક્ષણ ભણવાનું આજથી શરૂ થયું હતું. તારે વિદ્યાર્થીઓએ પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો અને સ્કૂલમાં સંચાલકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તેને પણ આવકારી હતી અને બાળકો પણ પોતે માસક અને સેનિટાઈઝર કરશે અને સેફટી નું પણ ઘ્યાન રાખશે કરશ તેમ પણ તેમણે જણાવ્યું હતું. આજે પ્રથમ દિવસે વડોદરા શહેરમાં આવેલી કારેલીબાગ વિસ્તારમાંમાં આવેલ સરદાર વિનય સ્કૂલની અંદર 30 ટકા જેટલા ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ આવ્યા હતા. જયારે એક બાજુ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે લાગે છે કે ઉત્તરાયણના તહેવાર બાદ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details