- પ્રદેશ કોંગ્રેસ સમિતિના શહેરમાં કાર્યકર્તા ચૂંટણીનું માર્ગદર્શન
- શહેરમાં નાગરિકોને પ્રાથમિક સુવિધા પણ શાસનમાં ભાજપે આપી નથી
- અનેક મહાનુભાવો માસ્કો વગર સ્ટેજ પર દેખાયા
વડોદરા : સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે વડોદરા શહેરમાં ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ દેશના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રબારી રાજીવ સાતમ વડોદરા આગામી કોર્પોરેશનની ચૂંટણીને લઈને ઇચ્છુક ઉમેદવારો વોર્ડ પ્રમુખ,આગેવાન સિનિયર નેતાઓ મતદાન મથક સંયોજક થી બુથ જનમિત્ર, શહેર સમિતિ અને કાર્યકર્તાની ચૂંટણીમાં માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ પાસે 25 વર્ષના શાસનના જવાબની પણ માંગ
ત્યારે કોંગ્રેસના નેતાઓએ આગામી ચૂંટણીમાં ભાજપ પાસે 25 વર્ષના શાસનના જવાબની પણ માંગ કરી હતી અને વડોદરાની કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસ નહીં પણ શહેર નાગરિકો કોંગ્રેસને જીતાડશે, કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ પણ કર્યો હતો કે, ચૂંટણી આવતા ખરીદ વેચાણ અને અમારા કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં લેવા માટે લાલચ આપે છે. અમારા કોંગ્રેસના નેતાઓ એક પણ ભાજપમાં નહિ જોડાઈ તેમ પણ તેમણે જણાવ્યું હતું. શહેરમાં નાગરિકોને પ્રાથમિક સુવિધા પણ શાસનમાં ભાજપે આપી નથી અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને શહેરના નાગરિકો બહુમતીથી જીતાડો તેવી હું પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર
આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ રાજીવ સાતમ આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચના આ નિર્ણયને અમે આવકારીએ છીએ મતદાનની તારીખથી કોંગ્રેસને કોઇ પણ વાંધો નથી. મતગણતરીની તારીખો થી વિરોધ છે. એક જ તારીખે ચૂંટણી પંચ મતગણતરી કરે અને મતગણતરીમાં તારીખમાં ફેરફાર નહીં થાય તો કોંગ્રેસ કોર્ટમાં જશે. તેવું પણ પ્રદેશ પ્રમુખ અને રાજી સાતમે જણાવ્યું હતું.રાજીવ સાતવ જણાવ્યું હતું કે, ભાજપના અનેક નેતાઓ કોંગ્રેસના પણ સંપર્કમાં છે.