જાતીય ગુનાઓ સહિત ગંભીર ગુનાઓના કિસ્સામાં પીડિત કે સાક્ષી કોઇપણ દબાણ કે પ્રભાવ વિના જુબાની આપી શકે તેવો ઉદ્દેશ્ય આ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનો છે. સાક્ષી અને પીડિતનું આવાગમન ગુપ્ત રાખવામાં આવે છે. આ કેન્દ્રમાં તેમને અભિવ્યક્તિનો પૂરતો માહોલ મળી રહે છે. સાક્ષી અને પીડિત ફ્રી, ફીઅરલેસ અને ઇન્ડિપેન્ડન્ટ રહી શકે છે. આર્ટ ઓફ ટેકનોલોજીનો ઉપયોગ કરી બિનપરંપરાગત રીતે સાક્ષી અને પીડીતોને નિર્ભય વાતાવરણમાં વ્યક્ત કરવા મળશે.
ગુજરાતમાં સર્વપ્રથમ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર વડોદરામાં... - gujaratinews
વડોદરા: ગુજરાતનું સર્વપ્રથમ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રને ખૂલ્લું મૂકવામાં આવ્યું હતુ. કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે દ્વારા સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ભારતમાં ન્યાયપ્રથા વર્ષો જૂની છે. ન્યાય માટે સાક્ષીઓને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. સાક્ષી-પીડિતોને મુશ્કેલી ન અનુભવાઇ તે માટે વિશેષ કાળજી લેવામાં આવે તે જરૂરી છે. જેમાં ખાસ કરીને સંવેદનશીલ કિસ્સોમાં સાક્ષીને અને પીડિતને અભિવ્યક્તિનો પૂરતો માહોલ મળી રહે તેવી વ્યવસ્થા વડોદરામાં શરૂ કરવામાં આવી છે.
બાળકને પરિચિત તથા મૈત્રીપૂર્ણ માહોલ અનુભવાઇ તેવા વાતાવરણના નિર્માણથી તેની પાસેથી સંબંધિત કેસોની કે જરૂરી વિગતો મેળવવામાં આવશે. જે ગંભીર ગુનાઓના કેસ નિવારણમાં ઉપયોગી થશે. આ ઉપરાંત વિકૃત મનોવૃત્તિવાળા શખ્સોના અકુદરતી આવેગનો ભોગ બનેલા બાળકો નિર્ભયપણે કોર્ટમાં પોતાની જુબાની આપી શકે તે માટે પણ વિશ્ષ વ્યવસ્થઆ શરુ કરવામાં આવી છે. સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રમાં બાળકો માટે નૈસર્ગિક અને સહદ વાતાવરણ ઉભું કરવા માટે જુબાની રુમમાં ટીવી, રમકડા, પુસ્તકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.