ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, ગુજરાત ATS અને SOGનું જોઇન્ટ ઓપરેશન - ઇન્ટરનેશનલ કોલ રૂટીંગ

વડોદરાના વાસણા રોડ પર આવેલા સિદ્ધાર્થ એક્સેલન્સ બિલ્ડીંગમાં જાસૂસી નેટવર્ક ચાલતુ હોવાનુ ગુજરાત ATS ( Gujarat ATS ) ને જાણવા મળ્યું હતુ. જેથી, ATS અને વડોદરા SOGની ટીમે શુક્રવારની મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી એક શખ્સની ધરપકડ કરી હતી. જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા શહેજાદની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાત ATS અને SOGનું જોઇન્ટ ઓપરેશન
ગુજરાત ATS અને SOGનું જોઇન્ટ ઓપરેશન

By

Published : Jun 19, 2021, 8:18 PM IST

  • VoIP-Exchange બનાવી મહારાષ્ટ્રથી ઓપરેટ કરાવામાં આવતું
  • વડોદરાના વાસણા રોડ પર દુકાન ભાડે રાખવામાં આવી હતી
  • ઇન્ટરનેશનલ કોલ રૂટીંગ કરવા માટે Jio Wifi ના રાઉટર ગોઠવવામાં આવ્યાં હતા

વડોદરા: શહેરને પહેલાથી જ ક્રિમિનલોનું હબ માનવામાં આવે છે. મોટા ગુનાઓને અંજામ આપ્યા બાદ ગુનેગારો વડોદરા શહેરમાં આસરો લેવાનુ પસંદ કરતા હોય છે. ત્યારે, શહેરના વાસણા રોડ પર ચાલતા જાસૂસી નેટવર્કનો ( Spy Network ) ગુજરાત ATS અને વડોદરા SOGએ પર્દાફાશ કરી એકની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા ક્રિમિનલો માટે પહેલાથી જ પસંદગીનુ શહેર રહ્યું છે. થોડા વર્ષો પહેલા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે તાંદલજા વિસ્તારમાંથી નદીમ મિસ્ત્રીની ધરપકડ કરી હતી. નદીમ મિસ્ત્રી એ વ્યક્તિ હતો જેણે છોટા રાજન પર બેંગકોકમાં ફાયરીંગ કર્યું હતુ. તેમજ મુંબઇમાં નદીમ સામે હત્યાના પ્રયાસ સહિત અનેક ગુનાઓ નોંધાયા હતા. મુંબઇ પોલીસના ચોપડે 26 વર્ષથી વોન્ટેડ નદીમ મિસ્ત્રીની વર્ષ 2016માં વડોદરાથી ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાત ATS અને SOGનું જોઇન્ટ ઓપરેશન

આ પણ વાંચો:હરેન પંડયા હત્યા કેસમાં પેરોલ જંપ આરોપી જુહાપુરાથી ઝડપાયો

ગુજરાત ATS અને વડોદરા SOGની ટીમનું સંયુક્ત ઓપરેશન

શહેરના વાસણા રોડ પર આવેલા ડી-માર્ટ સામેના સિદ્ધાર્થ એક્સેલન્સ બિલ્ડીંગમાં એક જાસૂસી નેટવર્ક ચાલતુ હોવાનુ ગુજરાત ATS ( Gujarat ATS ) ને જાણવા મળ્યું હતુ. જેથી, ATS અને વડોદરા SOGની ટીમે શુક્રવારની મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી શહેજાદ મહંમદ રફીક મલેકની અટકાયત કરી હતી. જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા શહેજાદની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત ATS અને SOGનું જોઇન્ટ ઓપરેશન

ગેરકાયદેસર રીતે VoIP – Exchange બનાવી કરવામાં આવે છે ઓપરેટ

શહેજાદની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, મહારાષ્ટ્રના જીની અનીલ (નોઆહ) વાસવાની, આમીએર ઉર્ફે હારૂન અબ્દુલ માજીદ નાટવાની અને ઇસાક સચીન રાજ ભેગા થઇ ઇન્ટરનેશનલ કોલ કૂટીંગ કરવા માટે કોમ્પ્યૂટર તથા જીઓ વાઇફાઇ તથા રાઉટર ગોઠવી ગેરકાયદેસર રીતે VoIP – Exchange બનાવી, મહારાષ્ટ્રથી ઓપરેટ કરે છે. વધુમાં પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, VoIP – Exchangeનો ઉપયોગ કરવાનુ એટલે પસંદ કર્યું કે, VoIP – Exchange નો ઉપયોગ કરવાથી કોલ ઓરીજીનલ આંતરરાષ્ટ્રીય નંબરનું કોઇ નિશાન છોડતુ નથી. જેથી, કોઇને ખ્યાલ પણ આવતો નથી કે કોલ ક્યાંથી કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:અમદાવાદ : એક કરોડના ચરસના કેસમાં ATSએ મુખ્ય આરોપીને ઝડપી લીધો

અર્થતંત્રની સાથે રાષ્ટ્રની સુરક્ષા સામે પણ ખતરો

આવી રીતે VoIP – Exchange ચલાવવું રાષ્ટ્રના અર્થતંત્રને નુકશાન પહોંચાડવાની સાથે રાષ્ટ્રની સુરક્ષા સામે પણ ખતરો ઉભો કરે છે. આ બાબતની ગંભીરતા લઇ ATSની ટીમ દ્વારા શહેજાદ મલેકની અટક કરી તેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે

ABOUT THE AUTHOR

...view details