વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની (Gujarat Assembly Election 2022) તૈયારીઓમાં બધા રાજકીય પક્ષો લાગેલાં છે તે જગજાહેર છે. સત્તાવાર જાહેરાતને (Gujarat election 2022 ) સમય બાકી છે પણ સૌને ખ્યાલમાં છે કે આ વર્શે ડીસેમ્બરમાં સામાન્ય ચૂંટણીનું ટાણું છે. ત્યારે રાજ્યના મહત્ત્વની મહાનગરપાલિકા વડોદરામાં 141 વડોદરા શહેર બેઠક (Assembly seat of Vadodara City) વિશે થોડી માહિતી લઇએ. આ બેઠકને વડોદરા શહેર-વાડી વિધાનસભા બેઠક તરીકે પણ ઓળખવામાં આવે છે.
વડોદરા શહેર વિધાનસભા બેઠક ડેમોગ્રાફી:થોડા મહિનાઓમાં ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) જાહેર થશે તે સ્વાભાવિક છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો છે. તે પૈકી 5 બેઠકો શહેર અને 5 બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. વડોદરા શહેરની પાંચ બેઠકો પૈકી શહેર વિધાનસભા બેઠક હાલમાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પ્રધાન મનીષાબેન વકીલ (Manishaben Vakil Seat ) છેલ્લા 2 ટર્મથી ચૂંટાયા છે. આ અનુસૂચિત જાતિ બેઠક પર છેલ્લા 4 ટર્મથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર ઓબીસી, દલિત અને પાટીદાર મતદારોની સંખ્યા વધુ છે.
બેઠકના મતદારોની માહિતી - વડોદરા શહેરની શહેરવાળી વિધાનસભા અનુસૂચિત જાતિ બેઠક પર કુલ 2,72,000 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,40,811 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,32,048 નોંધાયા છે. આ બેઠક પર પાટીદાર, દલિત, ઓબીસી મતદારોની સંખ્યા વધુ છે. આ બેઠક શહેરના મોટાભાગના વિસ્તારોને સાંકળી લે છે. વડોદરા શહેરમાં શહેરવાડી વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો દલિત, ઓબીસી અને પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. ઓબીસી અને દલિત મતદારો સાથે જ પાટીદાર મતદાર વધુ હોવાના કારણે છેલ્લા ચાર ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર લહેરાઈ રહ્યો છે.
ગત ચૂંટણીમાં મનીષાબેનને ખૂબ મળ્યાં મત આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : કોંગ્રેસના ચૂંટણી મિશનમાં રાહુલ સાથે મુખ્ય ભૂમિકા નિભાવશે આ નેતા
2012 અને 2017ના પરિણામ: વડોદરા શહેર વિધાનસભા બેઠક છેલ્લા 4 ટર્મથી ભાજપ હસ્તક છે. 2012 માં મનીષાબેન વકીલ (Manishaben Vakil Seat ) ભાજપ પક્ષ અને જયશ્રીબેન સોલંકી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતાં. મનીષાબેન વકીલને 1,03,700 મત અને જયશ્રીબેન સોલંકી ને 51,811 મત મળ્યા હતાં. 2012માં ભાજપની આ બેઠક પર ભવ્ય જીત થઈ હતી. 2017 માં ( Gujarat Assembly Election 2017 ) આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી હાલના રાજ્યકક્ષાના રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રધાન મનીષાબેન વકીલ અને કૉંગ્રેસ પક્ષના અનિલ પરમાર (Anil Parmar Seat ) આમનેસામને હતાં, જેમાં મનીષાબેન વકીલને 1,16,367 મત મળ્યા હતાં તો અનિલ પરમારને 63,984 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરા શહેરના હાર્દ સમો વિસ્તાર વડોદરા શહેર બેઠકની ખાસિયત-શહેર-વાડી વિધાનસભા મત વિસ્તાર મોટાભાગે પોળથી ઘેરાયેલો વિસ્તાર છે. શહેર-વાડી વિધાનસભા વિસ્તારમાં ઐતિહાસિક અને સુપ્રસિધ્ધમાં અંબાજીનું ભવ્ય મંદિર આવેલું છે. વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારનો શહેર-વાડી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ માંડવી વિસ્તાર વાડી વિધાનસભા મત વિસ્તારનું હાર્દ ગણાય છે. ચાર દરવાજા વિસ્તારમાં ઘડિયાળી પોળ અને મંગળ બજાર જેવા વિસ્તારો રાજ્યમાં વિવિધ વસ્તુની ખરીદી માટે જાણીતા થયાં છે. શહેર-વાડી વિધાનસભા મતવિસ્તાર પહેલા રાયોટિંગ માટે જાણીતું હતું.
સ્થાનિકો આ પ્રશ્નોને લઇને ભારે રોષમાં છે આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : આ બેઠકની જીત ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી શા માટે છે?
બેઠક વિસ્તારની માગણીઓ- સમસ્યાઓ :વડોદરા શહેર વિધાનસભા બેઠક પર મહાનગરપાલિકાના સામાન્ય પ્રશ્નોનો સામનો નાગરિકો કરી રહ્યાં છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે વડોદરા શહેર વાડી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ સમસ્યાઓ જેમાં મુખ્ય સમસ્યા દૂષિત પાણી, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યા છે. આ સમસ્યાઓ દૂર કરવાની નાગરિકો માંગણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં આવાસો જર્જરિત હાલતમાં છે સાથે દબાણોના પ્રશ્નો પણ મોટા પ્રમાણમાં છે. સાથે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યા વધુ વિકરાળ બની છે જેનો ભોગ નાગરિકો બની રહ્યાં છે.આ મુદ્દે (Manishaben Vakil Seat ) મનીષાબેનની સીટ (Gujarat Assembly Election 2022) મુશ્કેલીમાં મૂકાઇ શકે તે હદે રોષ જોવા મળી રહ્યો છે.