ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : શરુથી ભાજપનો ગઢ બનેલી આ બેઠક ધ્વસ્ત થાય એવા એંધાણ - સીમા મોહિલેની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો (142) વડોદરા અકોટા વિધાનસભા બેઠક ( Vadodara Akota Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022
Gujarat Assembly Election 2022 : શરુથી ભાજપનો ગઢ બનેલી આ બેઠક ધ્વસ્ત થાય એવા એંધાણ

By

Published : Jun 15, 2022, 6:00 AM IST

Updated : Jun 15, 2022, 2:49 PM IST

વડોદરા : ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly Election 2022) ચૂંટણીઓની તૈયારીઓમાં બધા રાજકીય પક્ષો લાગેલાં છે તે જગજાહેર છે. સત્તાવાર જાહેરાતને સમય બાકી છે પણ સૌને ખ્યાલમાં છે કે આ વર્ષે ડીસેમ્બરમાં સામાન્ય ચૂંટણીનું ટાણું છે. ત્યારે રાજ્યના મહત્ત્વની મહાનગરપાલિકા વડોદરામાં અકોટા (143)વિધાનસભા બેઠક ( Vadodara Akota Assembly Seat) વિશે થોડી માહિતી લઇએ.

મતદારોનું ગણિત

વડોદરા અકોટા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી-થોડા મહિનાઓમાં ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) જાહેર થશે તે સ્વાભાવિક છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો છે. તે પૈકી 5 બેઠકો શહેર અને 5 બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. વડોદરા શહેરની પાંચ બેઠકો પૈકી અકોટા (143) વિધાનસભા બેઠક ( Vadodara Akota Assembly Seat) હાલમાં સીમા મોહિલે (Seema Mohile Seat ) ધારાસભ્ય છે તેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયા હતાં. આ જનરલ બેઠક પર છેલ્લા 2 ટર્મથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર જનસંખ્યાને ધ્યાનમાં લઈ આ બેઠકની રચના 2012માં કરવામાં આવી છે. આ બેઠક ભાજપ અને કોંગ્રેસ પક્ષ ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ જામે છે. આ બેઠકનું અસ્તિત્વ 2012માં સયાજીગંજ અને માંજલપુર બેઠકના મતદારોનું વિભાજન કરી સર્જાયું હતું. બેઠકના મતદારોની માહિતી જોઇએ તો વડોદરા શહેરની અકોટા વિધાનસભા જનરલ બેઠક પર કુલ 2,46,734 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,26,085 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,20,626 નોંધાયા છે. આ બેઠક પર (Assembly Seat of Akota) સવર્ણ મતદારોની સંખ્યા સૌથી વધુ છે. વડોદરા શહેરમાં અકોટા વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ સવર્ણ સમાજના લોકો સાથે અન્ય જાતિના લોકો વસે છે. આ બેઠકમાં છેલ્લા બે ટર્મથી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે.

આ પણ વાંચો- Gujarat Assembly Election 2022 : જીતેન્દ્ર સુખડીયાએ એટલે ચૂંટણી નહીં લડવાનું કહ્યું હતું! સયાજીગંજ બેઠક જાળવવી પડકાર

અગાઉની ચૂંટણીઓના પરિણામ -વડોદરા અકોટા વિધાનસભા બેઠક ( Vadodara Akota Assembly Seat)છેલ્લા 2 ટર્મથી ભાજપ હસ્તક છે. 2012માં સૌરભ પટેલ ભાજપ પક્ષ અને લલિત પટેલ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતાં. જેમાં સૌરભ પટેલને 95,554 મત અને લલિત પટેલને 45,687 મત મળ્યા હતાં. 2012માં ભાજપની આ બેઠક પર ભવ્ય જીત થઈ હતી. 2017માં આ (Gujarat Assembly Election 2017) બેઠક પર ભાજપ પક્ષ તરફથી સીમા મોહિલે અને કૉંગ્રેસ પક્ષના રણજીત ચૌહાણ (Ranjit Chauhan Seat ) પોતાની ઉમેદવારી પ્રજા સમક્ષ મૂકી હતી. જેમાં સીમા મોહિલેને 1,09,244 મત મળ્યા હતાં તો રણજીત ચૌહાણને 52,105 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : શું આ ચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત નિશ્ચિત છે ?

વડોદરા અકોટા બેઠકની ખાસિયત- વડોદરા અકોટા વિધાનસભા બેઠકનું ( Vadodara Akota Assembly Seat) અસ્તિત્વ 2012 વિધાનસભા ચૂંટણીમાં આવ્યું હતું આ બેઠક જનરલ બેઠક છે. ભાજપ સરકારમાં ઊર્જાપ્રધાન રહેલાં સૌરભ પટેલ આ બેઠકથી જીત્યાં હતાં. આ બેઠકનો મોટા ભાગનો વિસ્તાર વિકસિત છે. આ વિધાનસભામાં અકોટા દાંડિયા બઝાર બ્રિજ વડોદરા શહેરની શાન ગણાય છે. આ વિસ્તારમાં ગાયકવાડ પરિવારનો લક્ષ્મી વિલાસ પેલેસ આવેલો છે. જેને જોવા માટે દિવસ વિદેશથી પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં આવે છે. જે અકોટા વિધાનસભાની ઓળખ ગણાય છે. આ વિધાનસભા ક્ષેત્રમાં નાની મોટી રોજગારલક્ષી દુકાનો આવેલી છે.

મતદારોને આનો ઉકેલ જોઇએ છે

બેઠક વિસ્તારની માગણીઓ-સમસ્યાઓ -વડોદરા અકોટા વિધાનસભા બેઠક ( Vadodara Akota Assembly Seat) પર મહાનગરપાલિકાના સામાન્ય પ્રશ્નોનો સામનો નાગરિકો કરી રહ્યાં છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે વડોદરા અકોટા વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ સમસ્યાઓ જેમાં મુખ્ય સમસ્યા ગંદકીથી ખદબદતી વિશ્વામિત્ર નદી જેને શુદ્ધ અને સુશોભીત કરવાની અને રિવરફ્રન્ટ અમદાવાદની જેમ બનાવવાની જાહેરાત માત્ર કાગળ પર છે. સાથે આરોગ્ય સેન્ટર, શિક્ષણ,દૂષિત પાણી, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યા છે. આ સમસ્યાઓ દૂર કરવાની નાગરિકો માંગણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં 2012 માં વિભાજન બાદ કેટલાક ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આ ગામના લોકો વડોદરા મહાનગરપાલિકાના વિકાસના કામોના લાભથી વંચિત છે. જેથી સ્થાનિકોની માંગ છે કે વેરા અને અન્ય ટેક્સ વસૂલ કરવામાં આવે છે તે પ્રમાણે સુવિધાઓ ઊભી કરવામાં આવે. આ મુદ્દે સ્થાનિક ધારાસભ્યથી લોકોમાં ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. જેથી ધારાસભ્ય સીમા મોહિલેને (Seema Mohile Seat ) આ વખતે વિધાનસભા 2022ની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) સ્થાન મળે તેવી શક્યતાઓ નહિવત છે.

Last Updated : Jun 15, 2022, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details