વડોદરાગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી (Gujarat Assembly Election 2022) રહી છે. ચૂંટણી પંચ દ્વારા કોઈ પણ સમયે જાહેરનામું બહાર પાડી શકે છે. ત્યારે હાલમાં તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો પૈકી પાંચ બેઠકો શહેર અને પાંચ બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં પાદરા વિધાનસભા બેઠક રાજકીય લેબોરેટરી તરીકે ગણવામાં આવે છે. પાદરા વિધાનસભા બેઠક પર રાજકીય (Padra Assembly Seat) વિશ્લેષકોની ખાસ નજર રહેતી હોય છે. (Vadodara Assembly Seat 2022)
કોંગ્રેસના પઢિયાર ભાજપમાં લાવવાની કવાયત આ બેઠક પર વર્ષ 2012માં ભાજપ અને વર્ષ 2017માં કોંગ્રેસે બેઠક પર જીત મેળવી હતી. આ બેઠક પર હાલમાં કોંગ્રેસના જશપાલસિંહ પઢિયારને ભાજપમાં લાવવાની કવાયત ચાલતી હોય તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. જો તેઓ ભાજપમાં આવશે તો તેમને જ ટિકિટ આપવામાં આવશે. નહીં તો 2012માં ભાજપમાંથી જીતેલ દિનેશ પટેલને ફરી ટિકિટ મળી શકે છે. (gujarat assembly party wise seats)
પાદરા બેઠક મતદારોની સંખ્યાવડોદરા ગ્રામ્યની પાદરા વિધાનસભા બેઠક પર કુલ 2,34,265 મતદારો (Vadodara Padra assembly seat) નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,20,578 છે તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,13,683 નોંધાયા છે. આ બેઠક ખૂબ મહત્વની છે અને એક ટર્મ બાદ અહીં પરિવર્તન આવતું રહે છે. 2017 વિધાનસભામાં ખૂબ મોટી સરસાઈથી કોંગ્રેસની જીત થઈ હતી અને ફરી એકવાર આ બેઠક પર કોંગ્રેસ બાજી મારી શકે છે. (Vadodara Assembly Constituencies List)
2012 અને 2017ના પરિણામપાદરા વિધાનસભા બેઠક પર 2012માં ભાજપના ઉમેદવાર દિનેશ પટેલ (દિનુમામા) અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢિયાર સામ સામે હતા. જેમાં ભાજપના દિનેશ પટેલને 75,227 મત મળ્યા હતા. કોંગ્રેસના જશપાલસિંહ પઢિયારને 70,919 મત મળ્યા હતા. 2012માં ભાજપની આ બેઠક પર જૂજ સરસાઈથી જીત થઈ હતી. 2017માં આ બેઠક પર ભાજપ તરફથી દિનેશ પટેલ અને કોંગ્રેસ પક્ષમાંથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ભાજપના દિનેશ પટેલને 73,971 મત મળ્યા હતા તો કોંગ્રેસના જશપાલસિંહ પઢિયારને 92,998 મત મેળવી કોંગ્રેસે ભવ્ય જીત થઈ હતી. હવે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને મનાવી ભાજપમાં લાવવામાં આવે તેવા પ્રયાદો કરવામાં આવી રહ્યા છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. (Padra assembly seat candidate)
પાદરા વિધાનસભા ખાસિયતોપાદરા વિધાનસભા બેઠક વિસ્તારમાં આવેલા ગામડાઓ મહીકાંઠાનો વિસ્તાર આવેલા છે. પાદરા તાલુકાના રણુ ગામ ખાતે આવેલ તુર્જા ભવાની મંદિર ખુબ જ પૌરાણિક હોઈ ભવિભક્તો માટે અસ્થાનું કેન્દ્ર બન્યું છે. સાથે પાદર બઝાર સોના ચાંદીના વેપાર માટે સમગ્ર દેશમાં ભરમાં જાણીતું બન્યું છે. સાથે વડોદરા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું ઉત્પાદન અહીં થાય છે. (gujarat election 2022 date)
2022ના મુદ્દા અને સમસ્યાઓ પાદરા વિધાનસભા ક્ષેત્ર તમામ વિસ્તારના ગામડાઓ મહીકાંઠાનો વિસ્તાર હોય આ વિસ્તારમાં જમીનોમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચે છે. સાથે જ કેમિકલ ઉદ્યોગોને ભૂગર્ભ જળને પ્રદર્શિત કર્યું છે, ત્યારે ખેડૂતોને સિંચાઈ માટેના પાણી પણ વિવિધ ઉધોગના કારણે લાલ પાણી આવવાથી જેની અસર ખેત ઉત્પાદન પર પડી રહી છે. જેના કારણે ખેડૂતોએ પોતાની ખેતીલાયક જમીનમાં ફળદ્રુપતા ગુમાવી છે. નંદેસરીથી કાવી કંબોઈ કેનાલ સુધીના વિસ્તારમાં 100થી વધુ કેમિકલ ઉધોગો આવેલા છે. તેમાંથી જાણે અજાણે કેમિકલ છોડવામાં આવી રહ્યું છે જેની ભરપાઈ ખેડૂતો કરી રહ્યા છે. (Vadodara Assembly History)
જાતિ સમીકરણઆવિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો પાદરમાં 76 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનું શાસન છે. પાદરામાં ક્ષત્રિય મતદારોનું વર્ચસ્વ વધુ છે. 2017માં પાદરા વિધાનસભા બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી હતી. જેમાં ક્ષત્રિય મતદારો સૌથી વધારે છે. ત્યાર બાદ પાટીદાર મતદારો, લઘુમતી મતદારો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી મતદારોની સંખ્યા સરખી છે. જેથી આ બેઠક પર સૌથી વધુ ક્ષત્રિય ઉમેદવારને વર્ચસ્વ હોવાથી આ વખતે ફરી ક્ષત્રિય ઉમેદવાર મેદાનમાં બંને પક્ષ ઉતારી શકે છે. Padra BJP candidate Dinesh Patel, Padra Congress Jashpal Singh Padhiyar