વડોદરા:વડોદરા શહેર યુથ કોંગ્રેસે વડોદરા કમિશ્નરને પત્રમાં (Youth Congress wrote a letter to the Collector) અસિત વોરા સામે પોલીસ ફરિયાદ કરવા રજૂઆત કરી હતી. પત્રમાં જણાવાયું છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12મી ડિસેમ્બરે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયુ હતુ. હિંમતનગરમાં પ્રાંતિજનાં કોઇ ફાર્મ હાઉસમાંથી એક દિવસ અગાઉ શનિવારે જ પેપર લીક થયુ હોવાનું સામે આવ્યું છે અને ઉમેદવારો પાસે 10થી 12 લાખ રૂપિયામાં પેપર પહોંચ્યુ હોવાની ફરીયાદને પગલે પોલીસે આરોપીને પકડ્યાં છે, પરંતુ મુખ્ય આરોપીને છાવરવાનાં પ્રયત્ન થઇ રહ્યો હોય તેવુ લાગે છે.
યુથ કોંગ્રેસનાં કાર્યકર યમરાજનો વેશ ધારણ કરીને આવેદનપત્ર આપવા આવ્યા
ગૌણ સેવા પસંદગી મંડળની સરકારી સંસ્થામાં અધિકારી અસિત વોરાનાં કાર્યકાળ દરમિયાન અનેક વખત સરકારી નોકરી માટે લેવાતી પરિક્ષાનાં પેપર અગાઉ પણ ફુટ્યા છે, આ માટે તાત્કાલિક ધોરણે અસિત વોરા વિરૂદ્ધ સરકાર દ્વારા પોલીસ ફરિયાદ (Demand for police complaint against Asit Vora) થવી જોઇએ અને ગુજરાતનાં યુવાનોને ન્યાય મળવો જોઇએ. મહત્વની વાત એ છે કે, યુથ કોંગ્રેસનાં કાર્યકર યમરાજનો વેશ ધારણ કરીને આવેદનપત્ર આપવા આવ્યા હતાં.
કોંગ્રેસ પાર્ટી લડી લેવાનાં મૂડમાં