ગુજરાત

gujarat

By

Published : Jan 31, 2021, 5:48 PM IST

ETV Bharat / city

વેક્સિનેશન અભિયાન અંતર્ગત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી અપાઇ

વડોદરા શહેરમાં વેક્સિનેશન અભિયાન અંતર્ગત આરોગ્ય અને પોલીસ સહિતના વિવિધ વિભાગોના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ રસી આપવામાં આવી હતી.

વેક્સિનેશન અભિયાન અંતર્ગત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી અપાઇ
વેક્સિનેશન અભિયાન અંતર્ગત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી અપાઇ

  • વડોદરાના સયાજી હોસ્પિટલ ખાતે કલેક્ટર સાલીની અગ્રવાલે રસી મૂકવી
  • વડોદરા જિલ્લામાં આજે 4 કેન્દ્રોમાં 330 લોકોને રસી મૂકવામાં આવી
  • વેક્સિનેશન અભિયાન અંતર્ગત આરોગ્ય અને પોલીસ કર્મીઓને રસી અપાઇ

વડોદરાઃ જિલ્લામાં આજે 4 કેન્દ્રોમાં 330 લોકોને રસી મૂકવામાં આવી હતી. વડોદરા શહેરમાં વેક્સિનેશન અભિયાન અંતર્ગત આરોગ્ય અને પોલીસ સહિતના વિવિધ વિભાગોના કોરોના લડવૈયાઓને રસી મૂકવામાં આવી હતી.

વડોદરાના જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલ લીધી રસી

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર ખાતે આજે વડોદરાના જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલ, ખાસ ફરજ પરના અધિકારી ડૉક્ટર વિનોદ રાવ, મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ તેમજ શહેર પોલીસ કમિશનર ડૉક્ટર શમશેર સિંધે રસીકરણ કેન્દ્ર ખાતે રસી લઈને કોરોના સામે રક્ષણ અર્થે આપવામાં આવતી રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો સંદેશો આપી રસીકરણમાં સહયોગ આપી રસી લેવા માટે અનુરોધ કર્યો હતો. રસીકરણ કાર્યક્રમમાં સયાજી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉક્ટર રંજન ઐયર, કોરોના વિભાગના એડમિનિસ્ટ્રેટિવ નોડલ ઓફિસર ડૉક્ટર ઓ.બી. બેલીમ ખાસ હાજર રહ્યા હતા. કોરોના રસીકરણના બીજા તબક્કામાં આજથી વડોદરામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસ વિભાગ તેમજ મહેસુલી વિભાગ તથા મહાનગર પાલિકાના કર્મચારીઓને તબીબી કેન્દ્ર પરથી કોરોના સામે રક્ષણ અર્થે રસીકરણની શરૂઆત કરવામાં આવી છે.

વેક્સિનેશન અભિયાન અંતર્ગત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી અપાઇ

4 કેન્દ્રોમાં 330 લોકોને રસી અપાઇ

વડોદરા શહેરમાં વેક્સિનેશન અભિયાન અંતર્ગત આરોગ્ય અને પોલીસ સહિતના વિવિધ વિભાગોના કોરોના લડવૈયાઓને રસી આપવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં આજે 4 કેન્દ્રોમાં 330 લોકોને રસી મૂકવામાં આવી હતી. વડોદરા જિલ્લાની 11 સરકારી અને ખાનગી તબીબી સંસ્થાઓ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સુરેન્દ્ર જૈનના માર્ગદર્શન હેઠળ કોવિડ રસી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details