ગુજરાત

gujarat

ETV Bharat / city

Fraud In Vadodara: વડોદરા BJP MLAનો પુત્ર ઠગાયો, કાર ખરીદી પર ડિસ્કાઉન્ટના ઝાંસામાં 20 લાખ ગુમાવ્યા - વડોદરામાં ગુનાખોરી

વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવના દીકરા દીપક શ્રીવાસ્તવ સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી (Fraud In Vadodara) કરવામાં આવી છે. આ મામલે દીપક શ્રીવાસ્તવે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના દંપતિ દ્વારા MG કંપનીની કાર અપાવવાના નામે આ છેતરપિંડી કરવામાં આવી છે.

Fraud In Vadodara: વડોદરા BJP MLAનો પુત્ર ઠગાયો, કાર ખરીદી પર ડિસ્કાઉન્ટના ઝાંસામાં 20 લાખ ગુમાવ્યા
Fraud In Vadodara: વડોદરા BJP MLAનો પુત્ર ઠગાયો, કાર ખરીદી પર ડિસ્કાઉન્ટના ઝાંસામાં 20 લાખ ગુમાવ્યા

By

Published : Mar 26, 2022, 7:45 PM IST

વડોદરા: વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (vaghodia mla madhu srivastava)ના પૂર્વ કાઉન્સિલર પુત્રને ડિસ્કાઉન્ટમાં કાર અપાવવાની લાલચ આપી અમદાવાદના દંપતિએ રૂપિયા 20 લાખનો ચૂનો (Fraud In Vadodara) લગાવ્યો છે. ભેજાબાજ દંપતિએ ધારાસભ્યના પુત્રને એમ.જી. કંપનીમાંથી (mg motors udaipur) ડિસ્કાઉન્ટમાં કાર અપાવવાની લાલચ આપી હતી. ધારાસભ્યના પુત્રએ ઠગ દંપતિ સામે પાણીગેટ પોલીસ મથક (panigate police station)માં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

MG કંપનીની કાર ખરીદવા માંગતા હતા દીપક શ્રીવાસ્તવ-વડોદરા (Crime In Vadodara) વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર અને પૂર્વ કોર્પોરેટર દીપક શ્રીવાસ્તવ હાલ ખેતી તથા કન્સ્ટ્રક્શનનો વ્યવસાય ધરાવે છે. તેઓનો પરિચય કીર્તન ભરત રાવ સાથે થયો હતો. ગત જુલાઈ 2021 દરમિયાન દીપક શ્રીવાસ્તવ એમ.જી કંપનીની કાર ખરીદવા માંગતા હતાં. દરમિયાન મિત્ર કીર્તને જણાવ્યું હતું કે, મોરિસ ગેરેજ કંપનીમાં મારી મોટી ઓળખાણ છે. ઉદયપુર રાજસ્થાન ખાતે આવેલા એમ.જી કંપનીના ગોડાઉનમાંથી સીધી કાર અપાવીશ.

આ પણ વાંચો:હું વાઘોડિયા ધારાસભ્ય છું ત્યાં સુધી બાંધકામો તોડવા નહીં દઉઃ મધુ શ્રીવાસ્તવ

પેઢીમાં 20 લાખ રૂપિયા જમા કરાવ્યા-કીર્તને વધુમાં જણાવ્યું હતું કે, મારી પત્ની બીજલ બારોટ (રહે. કિસન બંગ્લોઝ, રાજપથ ક્લબની પાછળ, બોડકદેવ, અમદાવાદ) માઈક્રોસ્કોસ્મ એલએલપી લિમિટેડ નામે ભાગીદારી પેઢી ધરાવે છે. તે પેઢી થકી કારનું બુકિંગ કરાવવાથી કંપની તરફથી સારું ડિસ્કાઉન્ટ મળશે. કંપની અમને કાર આપે તે બાદ તમારા નામે ટ્રાન્સફર કરી કાર તમારા ઘરે પહોંચાડી દઇશું. દરમિયાન દીપક શ્રીવાસ્તવે આ પેઢીમાં 2 તબક્કે રૂપિયા 20 લાખની રકમ જમા કરાવી હતી.

ફક્ત 50 હજારની રશીદ મોકલી- જેની રશીદ માંગતા ઉદયપુર ખાતેની એમ.જી કંપનીએ ગ્લોસ્ટર કાર (mg gloster car company in vadodara) બુકિંગ માટે માત્ર રૂપિયા 50 હજારની રશીદ મોકલી હતી અને 3 દિવસમાં કાર મળી જશે તેવી ખાતરી આપી હતી. જો કે સપ્તાહનો સમય વિત્યા બાદ પણ કાર નહીં આવતા દીપક શ્રીવાસ્તવે બાકીના રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા છે કે કેમ તેની રશીદ માંગતા કીર્તને ગોળ ગોળ વાતો કરી કંપનીમાં કોરોનાના કારણે સ્ટાફ અપૂરતો હોવાના પગલે માંગ મુજબ પુરવઠો ઉપલબ્ધ ન હોવાનું રટણ કરી કાર માટે રાહ જોવી પડશે તેવું જણાવતો હતો.

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: મધુ શ્રીવાસ્તવના બેબાક બોલ, કહ્યું- વિકાસ કામો પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનપદે રાજીનામું આપીશ

રાવ દંપતિ સામે ગુનો દાખલ- અલબત્ત કીર્તને આજ દિન સુધી કાર અથવા રૂપિયા 20 લાખની રકમ પરત ન કરતા વડોદરા મહાનગર સેવાસદનના ભાજપાના પૂર્વ કાઉન્સિલર અને વાઘોડિયાના ભાજપાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે પાણીગેટ પોલીસ મથકમાં અમદાવાદના કીર્તન ભરત રાવ અને બિજલ બારોટ સામે ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે રાવ દંપતિ સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details