- વડોદરા દુષ્કર્મ કેસમાં SITની રચના કરાઈ
- દિવાળીના દિવસે વલસાડ ટ્રેનમાં યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી
- ગુનેગારોને પકડવાના તમામ પ્રયાસ કરી રહી છે પોલીસ
વડોદરા: વલસાડમાં ગુજરાત ક્વીનમાં નવસારીની વિદ્યાર્થિનીએ કરેલી આત્મહત્યા (Navsari student commits suicide in Gujarat Queen) પ્રકરણમાં 21 દિવસ બાદ પણ હજુ પણ પોલીસની તપાસ ચાલી રહી છે. આ કેસમાં (Vadodara gang rape case) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ આ તપાસમાં લાગી છે. આ ઉપરાંત આ કેસની તપાસ માટે SITની પણ રચના પણ કરવામાં આવી છે. CID અને રેલવે IGP સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સીટની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, SITની સીટમાં 6 સિનિયર અધિકારીઓની સુપરવિઝન હેઠળ તપાસ કરાવવાનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો: વડોદરા લામડાપુરામાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ
250 CCTV કેમેરાના વીડિયો ચેક કરાયા
દુષ્કર્મ(Vadodara gang rape case) મામલે રેલવે SP દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, આ કેસને ઉકેલવા માટે DGP દ્વારા SITની રચના કરવામાં આવી છે. અત્યાર સુધી અમે આ કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ કરી 250 CCTV કેમેરાના વીડિયો ચેક કર્યા છે. જ્યારે 300થી વધુ ગુનેગારોની પૂછતાછ પણ કરવામાં આવી છે. તેમણે ભાર મૂકતા જણાવ્યું કે, નવસારીની યુવતીનું (Navsari student commits suicide in Gujarat Queen) રિક્ષામાં અપહરણ થયું હતું. જેના કારણે તેને પકડી પાડવા માટે વડોદરા તેમજ આસપાસ 1000થી વધુ રીક્ષા ચાલકોના નિવેદન લેવાયા છે. દુષ્કર્મનો બનાવ સાંજના 6 30 વાગ્યે બન્યો હતો. આ કેસને ઉકેલવા માટે વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની આસપાસની સોસાયટીઓમાં લોકોના ઘરે ઘરે ફરીને તપાસ કરાઈ રહી છે. આ ઘટનાનો ભેદ ઉકેલવા SITની રચના કરાઈ છે.
આ પણ વાંચો: વડોદરા દુષ્કર્મ કેસ: નવસારીની પીડિતાના મેસેજથી આત્મહત્યાને બદલે હત્યાની શક્યતા વધી