- દેશભરમાં કોરોના વેક્સિનેશનનો વધુ એક તબક્કો શરૂ
- 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને અપાઈ રહી છે વેક્સિન
- વડોદરાના નવનિયુક્ત મેયરના માતાએ લીધો વેક્સિનનો પ્રથમ ડૉઝ
વડોદરા: શહેર-જિલ્લામાં હાલ કોરાના વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. ફ્રન્ટલાઈન વોરિયર્સ બાદ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, રાજકારણીઓ તેમજ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે, તાજેતરમાં જ વડોદરાના મેયર તરીકે નિયુક્ત થયેલા કેયુર રોકડીયાના માતા કીર્તિ રોકડીયાએ ગોરવા અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો હતો.
વડોદરાનાં નવનિયુક્ત મેયરના માતાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડૉઝ લીધો આ પણ વાંચો:વડોદરામાં સાંસદ રંજન ભટ્ટે મુકાવી કોરોના વેક્સિન
રોજ 6000 જેટલા લોકો કોરોના વેક્સિન લઇ રહ્યા છે
વડોદરાના પ્રથમ નાગરિક કેયુર રોકડીયાના માતા કીર્તિ રોકડીયાએ ગોરવા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના રસી મુકાવી હતી. મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, સ્વદેશી કોરોના વેક્સિન એકદમ સુરક્ષિત છે. દરેકે આ વેક્સિન લેવી જોઈએ. કોરોના વેક્સિનેશનના આ નવા તબક્કા અંતર્ગત વડોદરા શહેરમાં રોજ 6 હજારથી વધુ લોકો વેક્સિન લઇ રહ્યા છે.
આ પણ વાંચો:વડોદરાના ટોચના અધિકારીઓએ કોરાના વેક્સિન લીધી