ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ગાદાલા સેન્ટરમાં આગ લાગતા અંદાજિત 2 લાખનું નુકસાન - Fire in Vadodara

વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે આવેલા આનંદ ચેમ્બર્સ નાના બેઝમેન્ટમાં મેરી ગાદલા સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. ભીષણ આગ લાગતા જ ધુમાડાના ગોટેગોટા નીકળતા ફાયર ફાયટરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ હતો.

વડોદરામાં ગાદાલા સેન્ટરમાં આગ લાગતા અંદાજિત 2 લાખનું નુકસાન
વડોદરામાં ગાદાલા સેન્ટરમાં આગ લાગતા અંદાજિત 2 લાખનું નુકસાન

By

Published : Dec 22, 2020, 12:15 PM IST

  • ગાદલાની દુકાનમાં આગ લાગતાં રૂ અને કાપડ બળીને ખાખ
  • ધૂમડાના કારણે ફાયર જવાનોએ વેન્ટિલેટરનો લીધો સહારો
  • ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ

વડોદરા :કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે આવેલા આનંદ ચેમ્બર્સ નાના બેઝમેન્ટમાં મેરી ગાદલા સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. ભીષણ આગ લાગતા જ ધુમાડાના ગોટેગોટા નીકળતા ફાયર ફાયટરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ હતો.કારેલીબાગ વિસ્તારના ન્યુ એરા સ્કૂલ ની સામે આનંદ મેમ્બર્સના બેઝમેન્ટમાં આવેલ મેરી ગાદલા સેન્ટરમાં રૂ પિજવાના મશીનમાં અગમ્યકારણોસર આગ ભભૂકી ઉઠી હતી.

દાંડિયાબજાર ફાયર સ્ટેશન સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો

સમગ્ર ઘટનાની વડોદરા ફાયર ઇમર્જન્સી વિભાગને જાણ કરાતા દાંડિયાબજાર ફાયર સ્ટેશન સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા ફાયરના સાથે આગને ઓલવવાની તેમજ વેન્ટિલેટરના મદદથી ધૂમાડો બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગાદલાની દુકાનમાં આગ લાગી હોવાથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જેથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

આગના કારણે અંદાજિત બે લાખ રૂપિયા જેટલું નુકસાન

દાંડિયાબજાર ફાયર સ્ટેશનના સૈનિક ગુરુનાથ નાયકના જણાવ્યા મુજબ આગના કારણે અંદાજિત બે લાખ રૂપિયા જેટલું નુકસાન આંકવામાં આવ્યું છે. આ આગમાં કોઈ જાનહાની થઈ નથી.મેરી ગાદલા સેન્ટરના દુકાન માલિકે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે દુકાન બહાર હતા ત્યારે તેમના કારીગર દ્વારા જણાવ્યું હતું કે ,પાછળ મશીનમાં આગ લાગી છે. તેથી તેમને ફાયરના સાધનની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ફાયર ને જાણ કરી હતી ને ફાયર સ્ટેશનના લાશ્કરોએ અંતે આગ પર કાબુ મેળવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details