વડોદરાશહેરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવતા અફરાતફરી (Hospital Fire in Vadodara) મચી ગઈ હતી. વડોદરાશહેરના નાલંદા ટાંકી વિસ્તારમાં આવેલી શ્રુતિ બાળકોની હોસ્પિટલમાં વહેલી સવારે અચાનક આગ લાગવાની બનાવ બન્યો હતો. હોસ્પિટલના ટોપ ફ્લોર પર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ હોસ્પિટલમાં 6 જેટલા બાળકો દાખલ હતા. આગની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. (Vadodara Fire Department)
હોસ્પિટલમાં ફરી આગ લાગતા મચી અફરા તફરી, 6 બાળકો હતા દાખલ
વડોદરામાં બાળકોની હોસ્પિટલમાં આગ લાગતા અરેરાટી (Hospital Fire in Vadodara) ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમજ આ હોસ્પિટલમાં 6 જેટલા બાળકો પણ દાખલ હતા. (Shruti Children Hospital Fire in Vadodara)
શું હતી ઘટના વાઘોડિયા રોડ વિસ્તારમાં નાલંદા પાણીની ટાંકી સામે આવેલી શ્રુતિ ચિલ્ડ્રન હોસ્પિટલમાં સવારે નવેક વાગ્યાના અરસામાં ત્રીજા માળે રાખેલા જનરેટરમાં એકાએક આગ લાગતા હોસ્પિટલમાં ધુમાડા છવાયા હતા. ધુમાડાની સાથે હોસ્પિટલમાં દુર્ગંધ ફેલાતા નાસભાગ મચી હતી. જોકે આ સમયે હોસ્પિટલના સ્ટાફે સમયસૂચકતા વાપરી પહેલા માળે એડમિટ કરેલા છ બાળકો તેમજ તેમના વાલીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. (Fire at Shruti Children Hospital)
હોસ્પિટલમાં 6 બાળકો દાખલ હતામળતી માહિતી મુજબજનરેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મહત્વની બાબત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હોસ્પિટલમાં પણ ફાયર સેફટીની તમામ સુવિધા હતી. તેની મદદ પણ ફાયર વિભાગ દ્વારા લેવામાં આવી હતી. તેમજ આગને સંપૂર્ણ કાપવામાં લેવામાં આવી હતી. આ ઉપરાંત બનાવના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી.(Shruti Children Hospital Fire in Vadodara)