ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ગેસ લાઇનમાં આગનો બનાવ - vadodara fire

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મુખ્ય માર્ગમાંથી આગની જ્વાળાઓ નીકળતા વિસ્તારમાં અફરાતફરી છવાઇ હતી. ગેસ લાઇન લીકેજ થવાથી આગ ફાટી નીકળતા ફાયર લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

વડોદરા
વડોદરા

By

Published : Mar 21, 2021, 9:47 PM IST

  • વડોદરા નાગરવાડા ઘીકાંટા રોડ ઉપર ગેસ લાઇનમાં ભીષણ આગ
  • આગના ફુવારા ઉડયા ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગ દોડતું થયું
  • નાગરવાડા વિસ્તારમાં મુખ્ય માર્ગમાંથી આગની જ્વાળાઓ નીકળી

વડોદરા: નાગરવાડા વિસ્તારના ઘીકાંટા રોડ ઉપર આવેલા લોખંડવાલા કોમ્પલેક્ષ કપડાની દુકાન પાસે રસ્તાનું કામ કર્યા બાદ રવિવારે બપોરે અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટયા હતા.

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આગ

આ પણ વાંચો:વડોદરાની વિજય વલ્લભ હોસ્પિટલમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

આગની 10 ફૂટ ઉંચી જ્વાળાઓ ઉઠી

ગેસ પાઇપલાઇન લીકેજ થતા આગની જ્વાળાઓ 10 ફૂટ જેટલી ઊંચે જોવા મળી હતી. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ટેલિફોન લાઇન નાખવાની કામગીરીના પગલે આ ઘટના ઘટી છે. સ્થાનિક પોલીસ સ્ટાફ તથા ગેસ શાખાના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા છે.

આ પણ વાંચો:વડોદરાના શિયાબાગ વિસ્તારમાં મકાનમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

ABOUT THE AUTHOR

...view details