ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા સેન્ટ્રલ જેલની પાછળ ટપક સિંચાઇથી ખેતીનો પ્રારંભ કરાયો - Farming started w

વડોદરા સેન્ટ્રલ જેલની પાછળ આવેલા જેલ હસ્તકના ખેતરમાં હવે ટપક સિંચાઇ થી ખેતીની સુવિધા શરૂ કરવામાં આવી છે.વડોદરા સેન્ટ્રલ જેલની પાછળ જેલની માલિકીની જમીનમાં સખત સજા પામેલા પાકા કામના કેદીઓની મદદ થી ખેતી કરવામાં આવે છે.

વડોદરા સેન્ટ્રલ જેલ
વડોદરા સેન્ટ્રલ જેલ

By

Published : Nov 4, 2020, 2:00 PM IST

  • જેલમાં સખત સજા પામનાર પાકા કામના કેદીઓ ખેતીનો ઉદ્યમ કરી રહ્યા છે
  • ખેતીકામ માટે વપરાતા સિંચાઈના પાણીની બચત
  • 15 વિઘા જમીન પર ટપક સિંચાઈ પધ્ધતિનો ઉપયોગ શરૂ

વડોદરા : સેન્ટ્રલ જેલ પાછળ 15 વિઘા જમીન પર કેદીઓ શાકભાજીની ખેતી કરે છે. ખેતીકામ માટે વપરાતા સિંચાઈના પાણીની બચત થાય તે હેતુસર 15 વિઘા જમીન પર ટપક સિંચાઈ પધ્ધતિનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ખેતી સુધારતી ટપક સિંચાઇની જેલ ખેતરમાં વ્યવસ્થા

અત્યાર સુધી જેલ કેદીઓના પરિશ્રમ થી હરિયાળા રહેતા આ ખેતરમાં પરંપરાગત પદ્ધતિ થી પાકને પાણી આપવામાં આવતું હતુ.આ પદ્ધતિમાં પાણીનો વધુ વપરાશ થાય છે.તેને અનુલક્ષીને હવે પાણી બચાવતી અને ખેતી સુધારતી ટપક સિંચાઇની જેલ ખેતરમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

જેલ ખેતરની 15 વિંઘા જમીનમાં જળ સંરક્ષક અદ્યતન ડ્રિપ સિસ્ટમ

સેન્ટ્રલ જેલના અધિક્ષક બળદેવસિંહ વાઘેલાના જણાવ્યા પ્રમાણે જેલની પાછળના ભાગે જેલ હસ્તકની વિશાળ જમીન આવેલી છે. જ્યાં કેદી બંધુઓની મદદ થી શાકભાજી ની ખેતી કરવામાં આવે છે.તાજેતરમાં નેટાફિમ કંપનીના સહયોગ થી આ જેલ ખેતરની 15 વિંઘા જમીનમાં જળ સંરક્ષક અદ્યતન ડ્રિપ સિસ્ટમ બેસાડવામાં આવી છે. જેની મદદ થી હવે ટપક સિંચાઇ થી ખેતી નવો આયામ ઉમેરાયો છે.

શાકભાજી જેલમાં કેદીઓના ભોજન માટે ઉપયોગમાં લેવાય

સેન્ટ્રલ જેલની પાછળ આવેલા ખેતરમાં કેદીઓ દ્વારા કરવામાં આવતી ખેતીમાં પાણીનો વધુ વપરાશ અટકાવવા માટે ટપક સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી છે.ગંભીર ગુનામાં સજા પામેલા કેદીઓ તથા કાચા કામના કેદીઓમાં સુધાર લાવવા માટે જેલ પ્રસાશન દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. જેલની પાછળ આવેલી જમીન પર કેદીઓ શાકભાજીની ખેતી કરે છે. આ શાકભાજી જેલમાં કેદીઓના ભોજન માટે ઉપયોગમાં લેવાય છે.તેમજ વધારાના શાકભાજીનું વેચાણ પણ કરવામાં આવતુ હોય છે.ખેતીકામ માટે વપરાતા સિંચાઈના પાણીની બચત થાય તે હેતુસર 15 વિઘા જમીન પર ટપક સિંચાઈ પધ્ધતિનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details