ગુજરાત

gujarat

By

Published : Sep 3, 2021, 9:39 PM IST

ETV Bharat / city

સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે લખ્યો સ્ફોટક પત્ર

ભાજપ શાસિત બરોડા ડેરીના સત્તાધીશો સભાસદોનું શોષણ કરતા હોવાનો ધારાસભ્ય કેતન ઇનામદારે આક્ષેપ કર્યો છે. તેમણે બરોડા ડેરી તેના સભાસદોને નફો નથી આપતી એટલે નફામાં ચાલતી હોવાનો મોટો આરોપ લગાવ્યો છે.

સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે લખ્યો સ્ફોટક પત્ર
સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે લખ્યો સ્ફોટક પત્ર

  • ભાજપના જ ધારાસભ્યે પત્ર લખી કર્યો આક્ષેપ
  • બરોડા ડેરીમાં દાણના કાચા માલની ખરીદી મળતિયા એજન્સીઓ દ્વારા થાય છે
  • અગાઉ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ બરોડા ડેરીના શાસકો પર લગાવી ચૂક્યાં છે ભ્રષ્ટાચારનો આરોપ

વડોદરાઃ બરોડા ડેરી દ્વારા તેના સભાસદોને નફો આપવામાં આવતો ન હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સહકારપ્રધાન ઈશ્વર પટેલને પત્ર લખવામાં આવ્યો હતો. કેતન ઇનામદારે વધુમાં જણાવ્યું છે કે બરોડા સત્તાધીશોના મનસ્વી નિર્ણયથી એસ.એન.એફ. ની પ્રથા ચાલુ કરતાં સભાસદોનું હિત જળવાતું નથી જેથી અનેક મંડળીઓ બંધ થઈ ગઈ છે.

બરોડા ડેરી કરી રહી છે અન્યાય
બરોડા ડેરી મંડળીઓને હાલમાં 675 રૂપિયા દૂધના કિલો ફેટે ચૂકવે છે.જ્યારે મંડળીઓ 650 રૂપિયા જ કિલો ફેટે દૂધ ઉત્પાદકોને આપે છે.

બરોડા ડેરી તેના સભાસદોને નફો નથી આપતી
મંડળીઓ 25 રૂપિયા જમા રાખે છે તેેનું વ્યાજ પણ દૂધ ઉત્પાદકોને આપવામાં આવતું નથી. ગુજરાતની વિવિધ ડેરીઓ પૈકીની એક ડેરી બરોડા ડેરી છે. રાજ્યની અન્ય ડેરીઓની સરખામણીમાં બરોડા ડેરી નફો કરે છે. ત્યારે બરોડા ડેરી દ્વારા તેના સભાસદોને નફો આપવામાં આવતો ન હોવાના આક્ષેપ ધારાસભ્ય કેતન ઇનામદારે કર્યા હતા. સાથે સભાસદોને નફો આપવા માગણી કરી હતી.

નાયબ સીએમ નીતિન પટેલે આપી પ્રતિક્રિયા

નાયબ સીએમ નીતિન પટેલ જોકે આ મામલે નિવેદન કર્યું હતું કે દરેક સભાસદને સહકારી મંડળી અંગેની બાબતોમાં કંઇ કહેવાનું હોય તો તે કહી શકે છે. દરેક સભ્યને પ્રશ્ન પૂછવાના અધિકાર છે. કોઇપણ વાંધોવચકો હોય તો તે સહકારી કાયદા અન્વયે જે જોગવાઈઓ છે તેનો ઉપયોગ કરી શકે છે અને ક્યાંય પણ ખોટું થતું હોય તો તે અટકાવવું જોઇએ. સહકારપ્રધાનના ધ્યાનમાં લાવીને મુદ્દો ઉકેલી શકાય છે.

આ પણ વાંચોઃ વડોદરાને ઓક્સિજનનો પૂરતો જથ્થો આપવા ધારાસભ્યોની મુખ્યપ્રધાન પાસે માંગ

આ પણ વાંચોઃ નીતિન પટેલના નિવેદનમાં સી આર પાટીલે પણ મીલાવ્યો સુર, જાણો શું કહ્યું...

ABOUT THE AUTHOR

...view details