- વિશ્વ પર્યાવરણ દિવસે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા વડોદરાની મુલાકાતે
- કોર્પોરેશને રાજીવનગર ખાતે તૈયાર શહેરીવનનું લોકાર્પણ કર્યું
- કાર્યક્રમમાં મેયર, ધારાસભ્યો, અધિકારીઓ પણ હાજર
વડોદરાઃ વડોદરામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આવેલા વડોદરા પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા ખાતે આવેલા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. પરંતુ રિપીટર પરીક્ષાર્થીઓ અંગે હજી નિર્ણય લેવાનો બાકી છે. આગામી ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. એ રિપીટર વિદ્યાર્થીઓ અંગે ધોરણ-10 અને ધોરણ-12ના રિપીટર પરીક્ષાર્થીઓ અંગે સરકાર દ્વારા ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. શિક્ષણપ્રધાનના નિવેદન ઉપરથી લાગી રહ્યું છે કે, ધોરણ-10 અને ધોરણ-12ના રિપીટર પરીક્ષાર્થીઓને પણ સરકાર માસ પ્રમોશન જાહેર કરી શકે છે.
આ પણ વાંચોઃ વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ કૌભાંડ: સરકારી બેડના દર્દીઓ પાસેથી રૂપિયા તો નથી લીધાને તપાસ શરૂ કરવામાં આવી