વડોદરાવડોદરા મહાનગરપાલિકાની (Vadodara Municipal Corporation) સ્થાયી સમિતિના ચેરમેન(Vadodara Standing Committee Chairman) ડોક્ટર હિતેન્દ્ર પટેલનું ડમી ફેસબુક એકાઉન્ટ (Standing Committee Chairman Dummy Facebook account) બનાવી કોઈ ભેજાબાજે લોકો પાસેથી રૂપિયા 15,000ની માંગણી કરી હતી. જોકે સમયસર સ્થાપી સમિતિના ચેરમેનને ખબર પડી જતા આ ભેજાબાજ ડમી એકાઉન્ટ બનાવવાનો કોઈ ફાયદો થયો ન હતો.
લોકોને મેસેજ કરી રૂપિયાની માંગણી સાયબર ક્રાઇમની ઘટનાઓ (Vadodara Cyber Crime) હારમાળા સર્જી રહી છે. પહેલા વડોદરાના મેયર અને ત્યારબાદ હવે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના નામે ડમી ફેસબુક એકાઉન્ટ બનાવી ભેજાબાજે સંખ્યાબંધ લોકોને મેસેજ મોકલી રૂપિયાની માંગણી કરી (Send a message asking for money) હોવાનો મામલો સામે આવ્યો છે. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલને બે દિવસ પહેલા મોડી રાત્રે એક મિત્રનો ફોન આવ્યો અને જાણ કરી કે તેમના ડમી એકાઉન્ટ પરથી કોઈ રૂપિયાની માંગ કરી રહ્યું છે.