વડોદરાશહેરના સનફાર્મા રોડ ઉપર ડી-101, સન રેસિડેન્સીમાં રહેતા ટ્રાન્સજેન્ડર માનવી વૈષ્ણવે પોતાના ફ્રેન્ડ સામે ફરિયાદ નોંધાવી છે. માનવીનો એવો આરોપ છે કે, એના ફ્રેન્ડે નશામાં એમને માર માર્યો હતો. આ મામલે વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.આ કેસમાં પોલીસે ડ્રગ્સના બંધાણી એવા એક યુવાનની ધરપકડ (Drugs case in Gujarat) કરીને કાયદેસરની કામગીરી શરૂ કરી છે. જોકે, ટ્રાન્સજેન્ડર (transgender body) માનવીએ જે.પી. પોલીસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. એમનું એવું કહેવું છે કે, પોલીસે મારનાર યુવાન સામે NDPS અંગેની કોઇ કાર્યવાહી કરી નથી. ટ્રાન્સજેન્ડર સાથે બનેલા આ કિસ્સાએ તેમની (boyfriend beats up girlfriend) વર્ગમાં ચકચાર મચી ગઈ છે. ફરી એમની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચોવડોદરાના સાંકરદામાં ATSની ટીમે આરોપી સાથે કર્યું સર્ચ, મોટી કબૂલાત કરી
રિલેશનશીપમાં તકરારઃશહેરના જે.પી.પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર માનવી બાલકૃષ્ણ વૈષ્ણવે તારીખ 19મી ઓગસ્ટ 2022ના રોજ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષથી મારી સાથે પુનિત હસમુખ કાનાબાર રહેતા હતા. એક-બે માસથી અલગ રહીએ છે. પુનિત કાનાબાર સુરતમાં ઉટપાટીયા, સચિન 214-215, બંગ્લોઝ, સુરત ખાતે તેના માસીના ઘરે રહે છે. તેમનું એવું કહેવું છે કે,એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા થકી પિન્ટુ ઉનડકટ નામથી ઓળખાતા યુવાનના સંપર્કમાં આવી હતી. અમે રીલેશનશીપમાં હતા.અમે લગ્ન અંગે વિચાર કરી રહ્યા હતા. એક વર્ષમાં ઘણા એવા બનાવ બન્યા કે પોલીસની મદદ લેવી પડી. પછી જુદા પડવાનું નક્કી કર્યું હતું. પછી તે સુરત ચાલ્યો ગયો હતો.