ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન યોજાઇ DJ પાર્ટી, પોલીસે કરી 5ની અટકાયત - gujarat news

કોરોનાની બીજી વેવમાં સંક્રમણનો વેગ ઘટી રહ્યો છે પરંતુ હજી કોરોના ગયો નથી. તેવા સમયે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રાત્રીના સમયે લગ્ન પ્રસંગ નિમિત્તે યોજાયેલી DJ પાર્ટીમાં પોલીસ ત્રાટકી હતી અને પાર્ટી કરનારાઓને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યા હતા.

વડોદરામાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન યોજાઇ DJ પાર્ટી, પોલીસે કરી 5ની અટકાયત
વડોદરામાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન યોજાઇ DJ પાર્ટી, પોલીસે કરી 5ની અટકાયત

By

Published : May 29, 2021, 5:20 PM IST

  • શહેરમાં રાત્રી કર્ફ્યૂ છે યથાવત
  • રાત્રી કર્ફ્યૂની અમલવારી દરમિયાન લગ્ન પ્રસંગ નિમિત્તે DJ પાર્ટી થઇ
  • વીડિયોમાં લોકો કોરોનાને ભુલીને સંગીતના તાલે ઝુમતા જોવા મળ્યા
  • સમગ્ર મામલે પોલીસે પાંચ લોકોની અટકાયત કરી

વડોદરા: રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં સ્થિતી વધારે કપરી બની હતી. તેવા સમયે કોરોના પર કાબૂ મેળવવાના ઉપાયો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉન અને રાત્રી કર્ફ્યૂ જેવા નિયમો લાદી દેવામાં આવ્યા હતા. તાજેતરમાં રાજ્ય સરકારે આંશિક લોકડાઉન અને રાત્રી કર્ફ્યૂના સમયમાં થોડીક છૂટછાટ પણ આપી હતી. હાલ પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂની અમલવારી કરાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂની અમલવારી દરમિયાન ગત રોજ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં લગ્ન પ્રસંગ નિમિત્તે DJ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. DJ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે પોલીસ એક્શનમાં આવી હતી.

વીડિયોમાં લોકો કોરોનાને ભુલીને સંગીતના તાલે ઝુમતા જોવા મળ્યા

આ પણ વાંચોઃ Birthday Celebration: સુરત પોલીસને જન્મદિવસની ઉજવણી પડી ભારે, વીડિયો થયો વાયરલ

DJ પાર્ટીમાં કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર નવાયાર્ડ ડી કેટીન પાસેના ફૂલવાડી મહોલ્લામાં લગ્ન નિમિત્તે DJ પાર્ટી યોજાઇ હતી. DJ પાર્ટીમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ડાન્સ કરતા નજરે પડ્યા હતા. વીડિયોમાં એક વ્યક્તિને ખભે બેસાડીને લોકો આજુબાજુ નાચી રહ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું.

વડોદરામાં રાત્રી કર્ફ્યૂ દરમિયાન યોજાઇ DJ પાર્ટી, પોલીસે કરી 5ની અટકાયત

આ પણ વાંચોઃ પંચમહાલના ગોધરા તાલુકામાં કોરોના ગાઇડલાઇનનો ભંગ કરી લગ્નમાં નાચ્યા હોવાનો વિડિયો વાયરલ થયો

પોલીસની કાર્યવાહી

વીડિયો વાયરલ થતાં પોલીસની રાત્રી કર્ફ્યૂની અમલવારીની પોળ ખુલ્લી પડી હતી. રાત્રી કર્ફ્યૂ દરમિયાન મોટાભાગે શહેરના દર ચાર રસ્તા પર પોલીસનો પહેરો જોવા મળતો હોય છે. તેવા સમયે DJ પાર્ટીનો વીડિયો વાયરલ થવાથી સ્થાનિક પોલીસની કામગીરીને લઇને અનેક સવાલ ઉઠ્યા છે. વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવહી શરૂ કરી હતી અને આ મામલે પાંચ લોકોની અટકાત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details