- વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ કૌભાંડ મામલો
- સરકારી બેડના દર્દીઓ પાસેથી નાણાં તો પડાવ્યા નથીને, તપાસ શરૂ
- તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો
- જિલ્લા પંચાયતના CDHOએ ત્રણ પાનાનો પત્ર લખી સવાલોના જવાબો માંગ્યા
વડોદરા:ધીરજ હોસ્પિટલમાં ફેક દર્દીઓનું લિસ્ટ બનાવી રાજ્ય સરકારની તિજોરીમાંથી કરોડો રૂપિયા ઓળવી લેવાનો કારસો રચનાર વિવાદાસ્પદ મનસુખ શાહ આણી સળ મંડળીનો ભાંડો ફુટતા જિલ્લા પંચાયતના સીડીએચઓએ 3 પાનાનો પત્ર લખી આકરા સવાલોના જવાબો માગ્યા છે.જ્યારે બીજીબાજુ જીલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ કસુરવારોને જવાબો પૂર્તતા સાથે બોલાવ્યા છે.Conclusion:હોસ્પિટલના સંચાલક મનસુખ આણી મંડળીનું સરકાર સાથેનું એમ.ઓ.યુ સ્થગિત કરી દેવાયા બાદ આગળના આકરા પગલા ભરાશે.
આ પણ વાંચો: વડોદરાની કૌભાંડી ધીરજ હોસ્પિટલમાંથી ડમી દર્દીઓનું લિસ્ટ મળી આવ્યું
મનસુખ આણિ પાસે માંગ્યો ખુલાસો
ધીરજ હોસ્પિટલમાં આચરવામાં આવેલા કૌભાંડના ગુનાના મૂળ સુધી પહોંચવા માટે કસુરવારો સામે ફોજદારી રાહે કામ ચલાવાશે એવો હુંકાર પણ DDO કિરણ ઝવેરીએ કર્યો હતો. મનસુખ આણી મંડળીનું સરકાર સાથેનું MOU સ્થગિત કરી દેવાયા બાદ આગળના આકરા પગલા ભરાશે. ખાલી બેડને ભરેલા બતાવી કૌભાંડ આચરનારા મનસુખ આણિ મંડળી પાસે પાંચ દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.