વડોદરાઃ ગુજરાતમા સતત કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોરોના પોઝિટિવ કેસ ધરાવતા વિસ્તારમા કરફ્યુ અને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. શહેરના નવાપુરા વિસ્તારમાં કેટલીક જગ્યાએ કોરોના પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યા છે. અહીં કોરોનાના દર્દીઓથી ચેપ વધુ ન પ્રસરે તે માટે તકેદારી લેતા પાલિકાના સ્વાસ્થય વિભાગ દ્વારા અનેક જગ્યાએ પતરા મારી સંપૂર્ણ અવર જવર બંધ કરી છે. આ વચ્ચે નવાપુરા પોલિસ મથક હદ વિસ્તારમાં આવતા જૂની કાછીયાવાડ આવવા વેરાઇમાતાના રસ્તાથી પાલિકાએ બેરીકેડ કરાયેલા વિસ્તારમાં પતરા લગાવ્યા હતા. આ દરમિયાન બે ઇસમો દ્વારા આ પતરા હટાવવાનો પ્રયાસ થયો હતો.
વડોદરા પાલિકાએ બેરિકેડ કરેલા વિસ્તારમાંથી પતરાને હટાવવાનો પ્રયાસ કરતા 2 શખ્સોની અટકાયત - vadodra lockdown news
લોકડાઉન દરમિયાન કોરોના સંક્રમણ અટકાવવા કોરોના પોઝિટિવ કેસ ધરાવતા વિસ્તારોને બેરીકેડ કરાયા છે ત્યારે વડોદરાના નવાપુરા પોલિસ મથક હદ વિસ્તારમાં પાલિકાએ કરેલા બેરીકેટ પતરાને હટાવવાનો પ્રયાસ કરતા બે ઇસમોની પોલિસે અટકાયત કરી તેમજ તેઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા પાલિકાએ બેરીકેટ કરેલા વિસ્તારમાંથી પતરાને હટાવવાનો પ્રયાસ કરતા 2 શખ્સોની અટકાયત
જેની જાણ પોલિસકર્મીઓને થતાં બંને ઇસમોને ઝડપી પાડયા હતા. તેમજ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને બંને ઇસમોની અટકાયત કરી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.