ગુજરાત

gujarat

ETV Bharat / city

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પૂ .હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના દર્શન કરી ભાવાંજલિ કરી અર્પણ

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે(Nitin Patel) યોગી ડીવાઈન સોસાયટી હરિધામ- સોખડાના પરમાધ્યક્ષ, બ્રહ્મલીન પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી(Hariprasad Swami)ના પાર્થિવ દેહના પવિત્ર દર્શન કરીને ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

By

Published : Aug 1, 2021, 12:16 PM IST

પૂ .હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના દર્શન કરી ભાવાંજલિ કરી અર્પણ
પૂ .હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના દર્શન કરી ભાવાંજલિ કરી અર્પણ

  • રવિવારે 1લી ઓગષ્ટના રોજ સ્વામીજીના દિવ્ય વિગ્રહ દેહની અંતિમસંસ્કાર વિધિ કરાશે
  • નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે પૂ.સ્વામીજીને પુષ્પાંજલિ સાથે ભાવાંજલિ અર્પણ કરી
  • પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ લાખો યુવાનોનું ઉત્તમ મનુષ્ય તરીકે ઘડતર કર્યું અને ધર્મનો સંદેશ ઘેર ઘેર પહોંચાડ્યો : નાયબ મુખ્યપ્રધાન

વડોદરા: નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે(Nitin Patel) યોગી ડીવાઈન સોસાયટી હરિધામ- સોખડાના પરમાધ્યક્ષ, બ્રહ્મલીન પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી(Hariprasad Swami)ના પાર્થિવ દેહના પવિત્ર દર્શન કરીને ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સ્વામીના આશિષ અને અલૌકિક સ્મૃતિઓ ચિરસ્થાયી બની રહે એવી પરમાત્માના ચરણોમાં તેમણે પ્રાર્થના કરી હતી. તેમની પાલખી યાત્રા યોજી મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમ સંસ્કાર વિધિ સંપન્ન થશે. સાથે સ્વામીજીના વિગ્રહને ગંગા, જમના, નર્મદા સહિત 7 નદીના જળથી સ્નાન કરાવાશે.

.હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના દર્શન કરી ભાવાંજલિ કરી અર્પણ

આ પણ વાંચો-અક્ષરનિવાસી થયા હરિપ્રસાદ સ્વામી

તેમને ઉચ્ચ શિક્ષણ, વ્યસન મુક્ત જીવન, સમાજ અને રાષ્ટ્રની, ધર્મની સેવા માટે પ્રેરિત કર્યા

સોખડા ધામનું નામ લઈએ અને પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી(Hariprasad Swami)નો પ્રેમાળ ચહેરો અને આત્મીય વત્સલતા યાદ આવે એવી લાગણી વ્યક્ત કરતા નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, તેમણે લાખો હરિભક્તોને પ્રેરણા આપી લાખો યુવાનોના જીવનનું ઘડતર કર્યું. તેમને ઉચ્ચ શિક્ષણ, વ્યસન મુક્ત જીવન, સમાજ અને રાષ્ટ્રની, ધર્મની સેવા માટે પ્રેરિત કર્યા.

સ્વામીજીએ લાખો લોકોના જીવન સુધાર્યા છે

પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી(Hariprasad Swami)એ સંતોને માર્ગદર્શન આપીને એવી રીતે તૈયાર કર્યા કે, આ તેજસ્વી સંતો સમાજની, ધર્મની, ગરીબોની અને રાષ્ટ્રની સેવા માટે અગ્રેસર રહ્યા. તેઓ 88 વર્ષની જૈફ વયે ભગવાન સ્વામી નારાયણની સેવામાં પધાર્યા છે. ભગવાન એમને સદા પોતાની સેવામાં રાખે. સ્વામીજીએ ધર્મને ઘેર-ઘેર પહોંચાડ્યો છે. લાખો લોકોનું જીવન સુધાર્યું છે.

.હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના દર્શન કરી ભાવાંજલિ કરી અર્પણ

આ પણ વાંચો- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ Hariprasad Swami ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી સહુનું જીવન વધુ ઉન્નત બનશે

તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી સહુનું જીવન વધુ ઉન્નત બનશે. તેમણે સ્થાપેલી સંસ્થાઓ સેવાનું, સંસ્કાર સિંચનનું, ધર્મ સેવાનું ફલક વધુ વિસ્તરશે અને તેમનો પ્રેરક જીવન સંદેશ સાર્થક કરશે એવી લાગણી નાયબ મુખ્યપ્રધાને વ્યકત કરી હતી. મુખ્ય દંડક પંકજ દેસાઈ, જીલ્લા કલેક્ટર આર.બી.બારડ અને મહાનુભાવો તેમની સાથે જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details