ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના ગાજરાવાડીમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું, હાઈકોર્ટના આદેશ પર કામગીરી - Demolition Drive by VMC

વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં ગેરકાયદે મકાનનું દબાણ(Demolition of encroachments in Gharrawadi ) દૂર કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમ સાથે જેસીબી, ડમ્પર સહિતના વાહનોની મદદથી દબાણ શાખા દ્વારા આ કામગીરી ( Demolition Drive by VMC ) હાથ ધરવામાં આવી રહી છે. હાઈકોર્ટના આદેશ પર કામગીરી કરવામાં આવી ( Operation on High Court order ) હતી.

વડોદરાના ગાજરાવાડીમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું, હાઈકોર્ટના આદેશ પર કામગીરી
વડોદરાના ગાજરાવાડીમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું, હાઈકોર્ટના આદેશ પર કામગીરી

By

Published : Oct 13, 2022, 8:20 PM IST

વડોદરાગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજ્યનું તંત્ર પણ એકાએક એક્શન મોડમાં આવ્યું છે. વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ત્યારે વડોદરા કોર્પોરેશન ટીમ ગેરકાયદે દબાણો પર ત્રાટકી ( Demolition Drive by VMC ) છે. જેમાં ગાજરાવાડી વિસ્તારમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું (Demolition of encroachments in Gharrawadi ) છે. પોલીસની ટીમ સાથે જેસીબી, ડમ્પર સહિતના વાહનોની મદદથી દબાણ શાખા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

હાઈકોર્ટમાં કેસ હારતા હાલ મકાનનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું

ફરી એકવખત સપાટોગાજરાવાડીમાંં ગેરકાયદે દબાણો પર મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે ફરી એકવખત સપાટો (Demolition of encroachments in Gharrawadi )બોલાવવામાં આવ્યો છે. પાલિકાના કર્મચારીઓ 3 જેસીબી, ડમ્પર સહિતાના વાહનો લઈ ગાજરાવાડી વિસ્તારમાં પહોંચી ગયા છે. જ્યાં ગેરકાયદેસર રીતે પાક્કા પાયે ઉભા કરાયેલું મકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાની ટીમ દ્વારા હથોડા જેવા સાધનોથી દબાણ ( Demolition Drive by VMC ) દૂર કરવામાં આવી રહ્યું છે. જો કે, આ મકાનમાં હજી દરવાજા કે બારીઓ પણ લાગી નથી. પરિસ્થિતિને જોતા હાલમાં જ તેનું પૂજન થયું હોવાનું જણાઈ રહ્યું છે.

કોમન પ્લોટ પર પાક્કા પાયે મકાનનું બાંધકામગાજરાવાડી વિસ્તારમાં મકાન માલિક દ્વારા કોમન પ્લોટ પર પાક્કા પાયે મકાનનું બાંધકામ કરાતા (Demolition of encroachments in Gharrawadi ) સોસાયટીના રહીશો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેને લઈને લાંબા સમયથી કોર્ટમાં કેસ ચાલતો હતો. જે મકાન માલિક હારી જતા કોર્ટ દ્વારા આ મકાન ગેરકાયદે હોવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે આ અંગે મકાન માલિકના જણાવ્યા અનુસાર, તેઓ વર્ષોથી અહીંયા રહે છે. સમગ્ર વિસ્તારમાં માત્ર એક જ મકાન તોડવામાં આવી રહ્યું છે. મકાનમાં રહેલી તમામ સાધન સામગ્રી બહાર કાઢી હાલ મકાનને તોડવામાં આવી રહ્યું છે. મકાન પર હાલ હથોડા અને બુલડોઝર વડે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અધિકારીઓ દ્વારા પોલીસની ટીમને સાથે રાખી કામગીરી કરવામાં આવી રહી છે.

હાઈકોર્ટના આદેશ અનુસાર કામગીરી આ અંગે દબાણ શાખાના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, 'આ મકાનને લઈને લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હતો. જેનો ચૂકાદો ઝડપથી આવી જતા હાઈકોર્ટના આદેશ પર કામગીરી ( Operation on High Court order ) હાથ ધરવામાં આવી છે. સોસાયટીના રહીશો દ્વારા આ અંગે હાઈકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગેનો કેસ લાંબા સમયથી ચાલતો હતો. કોમન પ્લોટમાં મકાન માલિક દ્વારા આ મકાન બાંધતા હાઈકોર્ટમાં કેસ હારતા હાલ મકાનનું બાંધકામ (Demolition of encroachments in Gharrawadi ) દૂર કરવામાં આવી રહ્યું છે.'

ABOUT THE AUTHOR

...view details