ગુજરાત

gujarat

ETV Bharat / city

Cyber Crime Surge in Vadodara : સાયબર ઠગાઇ માટે કયા કયા વિષયોની જાળ નાંખી રહ્યાં છે ગઠિયા જાણો - વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સેલ

વડોદરામાં સાયબર ક્રાઈમમાં ઉછાળો (Cyber Crime Surge in Vadodara )આવ્યો છે. વડોદરામાં સાયબર ઠગાઇની ઘટનાઓને લગતી 15 દિવસમાં જ 50 અરજી થઇ છે. જેમાં 5 મોટી સાયબર ઠગાઈ છે. શહેરના જાણીતા વકીલે 26 લાખ તો શ્રમિકે 1.25 લાખ ગુમાવ્યાં છે. આવા ગુનાઓ (What are the topics covered by Cyber Fraud ) આચરવામાં કયા કયા વિષયોની જાળ નાંખી રહ્યાં છે ગઠિયા તે જાણો.

Cyber Crime Surge in Vadodara : સાયબર ઠગાઇ માટે કયા કયા વિષયોની જાળ નાંખી રહ્યાં છે ગઠિયા જાણો
Cyber Crime Surge in Vadodara : સાયબર ઠગાઇ માટે કયા કયા વિષયોની જાળ નાંખી રહ્યાં છે ગઠિયા જાણો

By

Published : May 28, 2022, 6:39 PM IST

વડોદરાઃ શહેર અને રાજ્યભરમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધવાની સાથે સાયબર ક્રાઇમના બનાવોમાં એક એક ઉછાળો (Cyber Crime Surge in Vadodara ) આવ્યો છે. સાયબર એલર્ટનેસ ન હોય તેવા ઓડિયન્સને ટાર્ગેટ કરીને ભેજાબાજો (What are the topics covered by Cyber Fraud ) નવા કીમિયા અજમાવી રહ્યા છે. એમાં પણ વડોદરામાં સાયબર ઠગાઇની ઘટનાઓ હદ વટાવી ગઈ છે. કારણ કે ગત 1 મેથી 15 મે સુધીમાં સાયબર ફ્રોડની 5 મોટી ફરિયાદો (Vadodara Cyber Crime Police Cell ) નોંધાઈ છે. વડોદરામાં સાયબર ક્રાઈમ ઠગાઈનો ભોગ બનનારાઓમાં શહેરના શ્રમિક, મહિલા અને વેપારી લોકો ભોગ બન્યા છે જેમાં લાખો રૂપિયાનો ઠગાઈ (Incidents Of Cyber Fraud in Vadodara) આચરવામાં આવી છે.

સાયબર ઠગોથી બચવા સાયબર ક્રાઈમના જાણકાર અને સાયબર ક્રાઈમ પીઆઈ આપી રહ્યાં છે સલાહ

KBC, વિદેશ પ્રવાસ,બ્લેકમેલ, એપ્લિકેશનના નામે ઠગાઈ- સાયબર ઠગાઇ માટે કયા કયા વિષયોની જાળ નાંખી રહ્યાં છે ગઠિયાઓ તે જોઇએ તો અમુક બાબત નજરે ચડે છે. ભારતમાં નોટબંધી અને કોરોના સંકટ બાદ ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ ઘણું વધ્યું છે. આની સાથે સાયબર ઠગ પણ લોકોને છેતરી લાખો રૂપિયાની ઓનલાઈન ઠગાઇ કરી રહ્યા છે. વડોદરા શહેરમાં લોકોને વિદેશપ્રવાસથી લઇને ગેમ-શોમાં ઈનામ લાગ્યાની લાલચ આપી (What are the topics covered by Cyber Fraud ) છેતર્યા છે. તો બીજી તરફ વિવિધ પેકેજ, બ્લેકમેલ જેવા કિસ્સાઓ સામે (Cyber Crime Surge in Vadodara )આવ્યા છે.

આ પણ વાંચોઃ Fraud Case in Mahesana : ન્યુ દિલ્લીના 3 શખ્સો વસઈ ગામના ખેડુતના લાખો રુપીયા ખંખેરી રફુચક્કર

લાખો રૂપિયાની વિવિધ તરકીબો અપનાવી ઠગાઈ આચરી- શહેરના જાણીતા વકીલના મોબાઈલમાં OTP આવતા વકીલે બેંકને જાણ કરી હતી. પરંતુ વકીલનો મોબાઈલ અચાનક બંધ થઈ ગયો હતો. દરમ્યાન વકીલના ખાતામાંથી 26 લાખથી વધુ રકમ જતી રહી હતી. નેટબેન્કિંગના નામે ઠગાઈ આચરવામાં આવી. અકોટાના બિઝનેસ મેનના પ્રવાસ જવાના હોઈ હોટેલ બુકીંગના નામે 5 લાખથી વધુની ઠગાઈ થઈ હતી. સાથે શહેરના વાઘોડિયા રોડ પર વુડાના આવાસમાં રહેતા અને શેરડીના રસ કાઢવાની ગાડી ચલાવતા શ્રમિકના મોબાઇલમાં KBC ના નામે મેસેજ આવતા લોભામણી જાહેરાતનો ભોગ બની શ્રમિકે 1 લાખથી વધુ રૂપિયા ઠગાઈને ટ્રાન્સફર કર્યા હતા. આ સાથે વડોદરાના કલાલીમાં રહેતી એક મહિલાએ 21 એપ્રિલથી 13 મે, 2022 દરમિયાન અજાણ્યા ઇસમે તેની જાણ બહાર તેમના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં રૂ. 1,950ની લોનની રકમ જમા કરી હતી. આ ઇન્સ્ટન્ટ લોન તથા હેલ્લો રૂપી લોન મોબાઇલ એપ્લિકેશન મારફત લેવાઈ હતી. એ બાદ મહિલાને અલગ અલગ નંબર પરથી વ્યાજ સાથે રૂ. 3 હજાર ભરવા દબાણ કરાયું હતું. મહિલાએ મચક ન આપી તો સાયબર માફિયાઓએ તમામ હદ વટાવીને મહિલાના આધાર કાર્ડની ઈમેજ પર "call Girl 500 for one night" એવું લખાણ લખીને તેમના કોન્ટેક્ટ લિસ્ટના બધા નંબરોને વોટ્સએપ મારફત ઈમેજ મોકલી હતી. સાયબર માફિયાઓએ આ રીતે મહિલાની દીકરીના મોર્ફ ફોટા વાઇરલ કરવાની ધમકીઓ પણ આપી હતી. આ તમામ ભોગ બનનાર સાયબર ક્રાઇમમાં પોતાની (Cyber Crime Surge in Vadodara ) ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ Surat Cyber Crime: રાજસ્થાનના રણજી પ્લેયરે યુવતીનો અશ્લીલ વીડિયો બનાવી હજારો પડાવ્યા

સાયબર ક્રાઈમના જાણકાર અને સાયબર ક્રાઈમ પીઆઈ શું કહે છે -રોજબરોજ વધતા (Cyber Crime Surge in Vadodara ) સાયબર ક્રાઈમની ફરિયાદો વ્યક્તિ જાતેજ સાવચેતી રાખવી પડશે. ઈન્ટન્ટ લોન માટેના મેસેજ કે લિંક આવે તો એપની તપાસ કરો. એપના રિવ્યૂ છેક સુધી વાંચો, ટ્રસ્ટેડ હોય તો જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. હેરસમેન્ટના ફોન આવે તો એપ અનઈન્સ્ટોલ કરી સાયબરમાં તાત્કાલિક જાણ કરો. એપને આપેલી કેમેરા, ગેલેરી અને કોન્ટેક્ટની પરમિશન કેન્સલ કરો. ડર્યા વિના સોશિયલ મીડિયા પર જાણ કરો કે તમારી સાથે ફ્રોડ થયું છે. www.cybercrime.gov.in વેબસાઇટ પર પણ ફરિયાદ કરી શકાય છે અથવા 1930 નંબર પર કોલ કરી શકાય. શક્ય હોય તો પોતાના મોબાઈલમાં સાવધાનીપૂર્વકના ન્યુમેરિકલ પાસવર્ડનો ઉપયોગ કરવો. પોતાના બેંક ખાતા ATM પાસવર્ડ નિયમિત ચેન્જ કરતા રહો. નેટબેન્કિંગ અને UPI સુવિધાઓમાં OTP જાહેર ન કરો અને પાસવર્ડ ગુપ્ત રીતે રાખી સમય અંતરે બદલાતા રહેવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details