ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં રાત્રી કરફ્યૂ દરમિયાન કારેલીબાગમાં ચાલતા પિઝા પાર્લર પર લોકોની ભીડ

રાજ્યમાં કોરોના પર કાબૂ મેળવવા માટે રાત્રી કરફ્યૂ અને આંશિક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. સરકારના નિયમો છતાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલું પિઝા પાર્લન ચાલું હતું અને ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી. જાગૃત નાગરિકે કોરોનાના નિયમોના ઉલ્લંઘન મામલે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.

News of night curfew in Vadodara
News of night curfew in Vadodara

By

Published : May 13, 2021, 5:01 PM IST

  • વડોદરામાં રાત્રી કરફ્યૂ દરમિયાન કારેલીબાગમાં પિઝા પાર્લર પર લોકોની ભીડ
  • સરકારે રાજ્યભરમાં આંશિક લોકડાઉન અને રાત્રી કરફ્યૂ લાદી દીધો છે
  • કારેલીબાગમાં પિઝા પાર્લર અડધું શટર પાડીને ચાલુ રખાયું

વડોદરા : રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેવા સમયે કોરોનાને કાબૂમાં લેવા માટે સરકારે રાજ્યભરમાં આંશિક લોકડાઉન અને રાત્રી કરફ્યૂ લાદી દીધો છે. સરકારના પ્રયાસો છતાં કેટલીક જગ્યાઓ પર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ અને રાત્રી કરફ્યૂમાં પણ બિન્દાસ્ત બનીને નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. જોકે તેવા તત્વો સામે પાલિકા તથા પોલીસની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા પગલા લેવામાં આવતા હોય છે.

આ પણ વાંચો : ભાવનગરમાં ભાજપના નેતાઓ દ્વારા સરકારની ગાઇડલાઇનના ધજાગરા

પોલીસ તંત્ર અને નિયમોનું પાલન કરનારાઓ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ પેદા થયું

હાલ રાજ્યમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લાગુ છે. તેવા સમયે શહેરના કેટલીક રેસ્ટોરેન્ટ બેરોકટોક ચાલી રહી છે. બુધવારે કારેલીબાગ વિસ્તારમાં L&T સર્કલ પાસે આવેલી જાણીતા પિઝા પાર્લર પર રાત્રી કરફ્યૂમાં પણ લોકો ઓર્ડરની ડીલીવરી લેવા માટે લાઇનમાં બહાર લાગ્યા હોવાનું જોવા મળ્યું હતું. પિઝા પાર્લર અડધું શટર પાડીને ચાલુ હતું. પાર્લરમાં અંદરથી બહાર અને બહારથી અંદર જુજ લોકોની અવર જવર જોવા મળતી હતી. વાત જાગૃત નાગરિકના ધ્યાને આવતા તેણે સમગ્ર મામલે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી અને ગણતરીના સમયમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો : રાજ્યના નિયંત્રીત શહેરોની સુચીમાં મોડાસાનો સમાવેશ, પોલીસે રાત્રી કરફ્યૂની અમલવારી કરાવી

પોલીસ કંટ્રોલમાં જાણ કરાતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા મીની લોકડાઉન સામે અનેક વેપારીઓને રોષ છે. કેટલાક લોકો બેરોકટોક નિયમોનું ઉલ્લંઘન કરીને પણ કામ ઘંઘો કરતા નજરે પડે છે. તો કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા પણ ડરતા નથી. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કારણે પોલીસ તંત્ર અને નિયમોનું પાલન કરનારાઓ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ પેદા થાય છે. આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી થવી જોઇએ

ABOUT THE AUTHOR

...view details