ગુજરાત

gujarat

વડોદરા ઇસ્કોન મંદિરમાં યોજાયો કોરોના રસીકરણ કેમ્પ

By

Published : Apr 9, 2021, 1:11 PM IST

Updated : Apr 9, 2021, 3:50 PM IST

વડોદરા શહેરના ગોત્રી ખાતે આવેલા ઈસ્કોન મંદિરના પટાંગણમાં કોરોનાથી બચવા રસીનો કેમ્પ આજુબાજુ વિસ્તારના લોકો માટે શરૂ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

gotri
વડોદરા ઇસ્કોન મંદિરમાં યોજાયો કોરોના રસીકરણ કેમ્પ

  • રાજ્ય સરકાર સાથે સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ પણ રસીકરણમાં આગળ આવી
  • ગોત્રી ઇસ્કોન મંદિરમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાયો
  • મોટી સંખ્યામાં લોકોએ લીધી રસી

વડોદરા:કોરોનાની મહામારીમા લોકોને રાહત આપવા માટે સરકાર દ્વારા કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે, તેના જ અંતર્ગત શુક્રવારે ગોત્રી ઈસ્કોન મંદિરના પટાંગણમાં વેક્સિનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં આજુબાજુના વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને રસીનો ડોઝ લીધો હતો.

આ પણ વાંચો : માંડલ APMC માં ખેડૂતો વેપારીઓ તેમજ સ્વામીજી આશ્રમના વૃદ્ધોને પણ રસીકરણ કરવામાં આવ્યું


ગોત્રી ઈસ્કોન મંદિર ખાતે કોરોના રસીનો કેમ્પ યોજાયો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે, ત્યારે દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે. સરકાર દ્વારા રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 1 એપ્રિલથી 45 વર્ષની ઉંમરના લોકો માટે વેક્સિન ડોઝ આપવાના શરૂ કર્યા હતા. જે પ્રમાણે રાજ્યમાં કોરોનાની સ્થિતી વણસી રહી છે તેને જોઈને અનેક સામાજિક સંગઠનો પણ પોતપોતાના વિસ્તારમાં વેક્સિનનો કેમ્પ પણ શરૂ કરી રહ્યા છે. ગુજરાત સરકાર અને વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી ગોત્રી ઈસ્કોન મંદિર ખાતે રસીકરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં આજુબાજુના વિસ્તારના નાગરિકોએ લાભ લીધો હતો. બે દિવસ અગાઉ પણ વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી નાગરિકોને કોરનાની રસી મૂકવામાં આવી હતી. દર બે દિવસે ગોત્રી ઈસ્કોન મંદિરના પટાંગણમાં રસીકરણનો કેમ્પ રાખવામાં આવે છે.

આ પણ વાંચો : દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય, રજાના દિવસે પણ કોરોના રસીકરણ કરાશે

ગત વર્ષે મહામારીમાં પણ સેવામાં

ગોત્રી ઇસ્કોન મંદિરમાં ગત વર્ષે કોરોના મહામારીમાં દરરોજ 10,000 નાગરિકોને ભોજનની વ્યવસ્થા પણ ઘરે ઘરે લોકોને પહોંચાડી હતી અને આ સેવાના કામો ગોત્રી ઈસ્કોન મંદિર ખાતે દરેક કુદરતી આફતમાં કરવામાં આવે છે.

Last Updated : Apr 9, 2021, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details